Surat : શંકાસ્પદ બાંગ્લાદેશીઓને લઈ તપાસનો ધમધમાટ, ચાર લેયરમાં પૂછપરછ
- Surat માં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને લઈ તપાસ તેજ
- સેન્ટ્રલ અને પ. બંગાળની IB ટીમનાં સુરતમાં ધામા
- શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ચાર લેયરમાં પૂછપરછ
- PSI, PI, ACP, DCP કક્ષાના અધિકારીએ કરી પૂછપરછ
Surat : જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલામાં (Pahalgam Terrorists Attack) 26 જેટલા નિર્દોષ લોકોનાં મોત નીપજ્યા હતા, જ્યારે 17 જેટલા ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. કેન્દ્ર સરકારનાં આદેશ બાદ સમગ્ર દેશમાં ગેરકાયેદસર ઘૂસી આવેલા પાકિસ્તાનીઓ (Pakistanis) અને બાંગ્લાદેશીઓને (Bangladeshis) શોધી તેમના વતન પરત મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ તપાસ એજન્સીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરતમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને લઈને તપાસ તેજ થઈ છે.
આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ, વિજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ
સેન્ટ્રલ અને પ. બંગાળની IB ટીમનાં સુરતમાં ધામા
પ્રાપ્ત માહિતી અનુસાર, પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorists Attack) બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયેદસર રીતે આવેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને શોધી કાઢવા તપાસ તેજ થઈ છે. માહિતી અનુસાર, આ સર્ચ ઓપરેશન હેઠળ સેન્ટ્રલ અને પ. બંગાળની IB ટીમે સુરતમાં ધામા જોવા મળ્યા છે. શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમની ચાર લેયરમાં પૂછપરછ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - VADODARA : આતંકી હુમલાના વિરોધમાં બજાર બંધ, વેપારીઓએ કહ્યું, 'તન-મન-ધનથી સરકાર સાથે'
ગ્રામ્ય વિસ્તારમાંથી 239 શંકાસ્પદ બાંગ્લાદેશીને ઝડપ્યા
માહિતી અનુસાર, સુરતમાં PSI, PI, ACP, DCP કક્ષાના અધિકારીએ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. 6 જેટલી મહિલાઓ દેહવિક્રયનો ધંધો કરતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જણાવી દઈએ કે, પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ (Gujarat Police) એકશનમાં આવી છે અને સમગ્ર રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા LCB, SOG પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાંથી 239 શંકાસ્પદ બાંગ્લાદેશીને ઝડપ્યા હતા. પોલીસ દ્વારા કુલ 12 ટીમો બનાવી આ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી અનુસાર, બારડોલી ટાઉનમાંથી (Bardoli) 43 શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા. જ્યારે પલસાણામાંથી 55, કડોદરામાંથી (Kadodara) 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33, માંડવીમાંથી 7 બાંગ્લાદેશીની અટકાયત કરાઈ હતી.
આ પણ વાંચો - Balwantsinh Rajput ના હસ્તે ડ્રોન ટ્રેનિંગ સેન્ટર્સ તથા ITI ના નવીન ભવનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું