ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વહીવટી તંત્ર કામે લાગ્યું, જિલ્લા કલેક્ટર દ્વારા તૈયારી અંગેની માહિતી અપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખોની જાહેરાત થઈ ચુકી છે. રાજ્યમાં આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે ત્યારે વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને ચૂંટણીને લઈને તડામાડ તૈયારી હાથ ધરી દીધી છે. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તૈયારી અંગેની માહિતી આપવામાં આવી છે.21 હજારથી વધારે સ્ટાફ ચૂંટણી કામગીરીમાં જોડાશેવિધાનસભા ચૂંટણીની (Elections 2022) માહિતી આપતા સુરત જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું,કે આ વખતà«
01:59 PM Nov 03, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખોની જાહેરાત થઈ ચુકી છે. રાજ્યમાં આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે ત્યારે વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને ચૂંટણીને લઈને તડામાડ તૈયારી હાથ ધરી દીધી છે. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તૈયારી અંગેની માહિતી આપવામાં આવી છે.
21 હજારથી વધારે સ્ટાફ ચૂંટણી કામગીરીમાં જોડાશે
વિધાનસભા ચૂંટણીની (Elections 2022) માહિતી આપતા સુરત જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું,કે આ વખતે કુલ 16 વિધાનસભા ના 47 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. જેના માટે કુલ 21,000 થી વધુ સ્ટાફ ઇલેક્શનની કામગીરી માં જોડાશે,સાથે જ નવી બાબત એ ઉમેરાય છે કે આ વર્ષે લાઇક્ત મુજબ 1.10.22 સુધી જેમના 18 વર્ષ પૂરા થતા હશે એમુનું નામ પણ મતદાર યાદી માં ઉમેરાશે, જેથી લાયકાત ધરાવતા 18 વર્ષના મતદારોને પણ તક આપશે.
વિધાનસભા દીઠ 7 મહિલા બુથ મથકો
આ વખતે પોલિગ સ્ટેશન 4,623નો ઉમેરો થયો છે. જેમાં 1,550 મતદારો હોવાથી 14 મથકો માટે 4637 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ છે, ઉપરાંત એક વિધાનસભા દીઠ 7 મહિલા બુથ મથકો રહેશે જેમાં પોલીગ સ્ટાફ પણ મહિલા જ રહેશે, તેમજ દિવ્યાંગો માટે પણ અલગ બુથ મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 16 વિધાનસભામાં 80થી વધુ વયના મતદારો 62,037 મતદારો નોંધાયા અને 23,859 દિવ્યાંગ મતદારો નોંધાયા છે.
ગ્રીન મતદાન મથક
આ વર્ષે થયેલી નવીનતા વિશે તેમણે જણાવ્યું કે, આ વખતે નવીનતા તે રહેશે કે, એક ગ્રીન મતદાન મથકનો પણ ઉમેરો થશે. આ મતદાન મથક પર કોઈ પણ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એમાં ઉપયોગ નહી થાય.
અન્ય મહત્વના મુદ્દાઓ :-
  • 2017ની સરખામણીએ 18.8% નવા 7,25,840 મતદારો નોંધાયા છે
  • કુલ..8625 વિવિપેડ મશીન મુકાશે
  • કમિશનની ગાઇડલાઈન મુજબ 72 કલાકમાં હોડિંગ ઉતારશે
  • કલેકટર દ્વારા ટોલ ફ્રી-18002332120 નંબર પણ જાહેર કરાયા
  • અતિ સંવેદનીશલ મતદાન મથકો પર CAPF તૈનાત થશે
  • જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિભાગના 494 ઝોનલ રૂટ કરવામાં આવ્યા છે
  • વોટર ટર્નઆઉટ વધારવા માટે અવસર રથ કાર્યરત કરવામાં આવેલ છે. જીલ્લામાં વિવિઘ ચૂંટણી લક્ષી કામગીરીના સુચારૂ સંચાલન માટે કુલ ૧૮ વિષય માટે નોડલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવેલ છે
  • MCMC કમિટી દ્વારા તમામ ચૂંટણીલક્ષી જાહેરાતોનુ સર્ટીફીકેશન તથા મોનીટરીંગ કરવામાં આવશે
આ પણ વાંચો - ભાજપનું ચૂંટણીનું રણશિંગુ, સોશિયલ મીડિયામાં આક્રમક પ્રચાર
Tags :
Elections2022GujaratGujaratElections2022GujaratFirstpreparationSurat
Next Article