સુરતમાં પત્નીની મજાક કરનારા પતિને દંડ ફટકારતી કોર્ટ, 7 હજારનું ભરણપોષણ ચૂકવવા આદેશ
દાંપત્ય જીવનમાં ઘણીવાર સંબંધોમાં મીઠાશની સાથે ખટાસ પણ ભેળવાઇ જાય છે. વળી ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક સામાન્ય બાબત તમારે અલગ થવાનું કારણ બની જાય છે. સુરત શહેરનો એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે કે જ્યા પત્નીની મજાક કરનાર પતિને કોર્ટે દંડ ફટકાર્યો છે. આપણા દેશમાં આજે પણ ચોરી છુપે દહેજ પ્રથા ચાલે છે. જોકે, તેને રોકવાનો ખૂબ પ્રયત્ન થાય છે અને ઘણી હદ સુધી તેમા કંટ્રોલ પણ આવ્યો à
06:54 AM Aug 10, 2022 IST
|
Vipul Pandya
દાંપત્ય જીવનમાં ઘણીવાર સંબંધોમાં મીઠાશની સાથે ખટાસ પણ ભેળવાઇ જાય છે. વળી ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક સામાન્ય બાબત તમારે અલગ થવાનું કારણ બની જાય છે. સુરત શહેરનો એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે કે જ્યા પત્નીની મજાક કરનાર પતિને કોર્ટે દંડ ફટકાર્યો છે.
આપણા દેશમાં આજે પણ ચોરી છુપે દહેજ પ્રથા ચાલે છે. જોકે, તેને રોકવાનો ખૂબ પ્રયત્ન થાય છે અને ઘણી હદ સુધી તેમા કંટ્રોલ પણ આવ્યો છે. પરંતુ ચોરી છુપે તે આજે પણ સમાજને ખોખલું કરી રહ્યું છે અને દાંપત્ય જીવનમાં ઝેર ભેળવી રહ્યું છે. તાજેતરમાં સુરત શહેરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યા એક મહિલા જેમનું નામ મનિષા પટેલ છે તેમણે 10 વર્ષ પહેલા મહેશ પટેલ નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ મનિષા પટેલના સાસરિયાઓ નાની-નાની બાબતોમાં તેની હસી ઉડાવતા હતા.
મનિષા પટેલને ઘણીવાર તેના સાસરિયાઓ તારા ઘરેથી ઓછું લાવી છે, એમ કહી હેરાન પરેશાન કરતા હતા. આમ તેને અવાર-નવાર ટોણો મારી તેની સાથે ઝઘડો પણ કરતા હતા. જેનાથી કંટાળી આખરે મનિષાબેને પતિને કોર્ટમાં લઇ જવાની ફરજ પડી અને તેણે વકીલ મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો. જ્યા તેના દ્વારા ભરણપોષણ માંગવામાં આવ્યું હતું. મનિષાબેનના કેસને જોતા સુરતની ફેમિલી કોર્ટે પતિ મહેશ પટેલને 7 હજારનું ભરણપોષણ ચૂકવવા આદેશ કરાયો છે. આ સાથે કોર્ટે કહ્યું કે, પત્નીની મજાક કરવી કે તેની હાંસી ઉડાવવી પણ હિંસા જ ગણાય, સ્ત્રીનું અપમાન જાતિય હિંસા જ ગણાય છે.
Next Article