Surat : ડાયમંડ હીરા બુર્સ નજીક કારે અચાનક પલટી મારી, 17 વર્ષીય વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત
- Surat નાં સચિન મગદલ્લા હાઇવે પરની ઘટના
- કાર પલટી મારતા વિદ્યાર્થિનીનું મોત થયું
- અકસ્માતમાં 3 ઈજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર અર્થે ખસેડાયા
- ACP, DCP કક્ષાનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
સુરતમાંથી (Surat) હચમચાવે એવા અકસ્માતનાં સમાચાર આવ્યા છે. સચિન મગદલ્લા હાઇવે પર એક કાર પલટી મારી જતાં તેમાં સવાર એક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, અન્ય 3 વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ હોવાથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ACP, DCP કક્ષાનાં અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. અલથાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : Happy Street પર ફરી જોવા મળશે ખાણીપીણીના રસિયાઓનો જમાવડો!
કાર પલટી મારી જતાં વિદ્યાર્થિનીનું મોત
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં (Surat) સચિન મગદલ્લા હાઇવે પર અકસ્માતની ગોઝારી ઘટના બની છે. ડાયમંડ હીરા બુર્સ (Surat Diamond Bourse) નજીકથી પસાર થતી વિદ્યાર્થીઓથી ભરેલી એક કાર અચાનક પલટી મારી હતી. આ અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હોવાની માહિતી છે. જ્યારે અન્ય 4 વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો - Mehsana-અમદાવાદ હાઇવે પર કાર ઝાડ સાથે અથડાઈ! ગોઝારા અકસ્માતમાં 2 નાં મોત
ACP, DCP કક્ષાનાં અધિકારીઓ સ્થળે પહોંચ્યા
આ ઘટનાની જાણ થતાં ACP, DCP કક્ષાનાં અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. પોલીસે વિદ્યાર્થિનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર કેવી રીતે પલટી મારી ? અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે ? સહિતની હકીકત જાણવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થિનીની ઓળખ 17 વર્ષીય દીશા જૈન તરીકે થઈ છે, જે સમિતિ સ્કૂલ-ઉધના ખાતે અભ્યાસ કરતી હતી. જ્યારે, ઇજાગ્રસ્તોમાં અગ્રવાલ વિદ્યા વિહારનો 16 વર્ષીય શૌર્ય શર્મા, ડ્રાઈવર અને ભગવાન મહાવીર કોલેજનો 18 વર્ષીય રાહુલ ચૌધરી અને દિલ્હી પબ્લિક સ્કૂલનો 17 વર્ષીય સાહિલ બાવા (સાહેદ) સામેલ છે. અલથાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે છઠ્ઠો દિવસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કહી આ વાત!