ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Surat : કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ

સુરતના અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર
01:55 PM Apr 10, 2025 IST | SANJAY
સુરતના અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર
featuredImage featuredImage

સુરતના અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. જેમાં રત્નકલાકારોએ કુલરનું પાણી પીતા ઝેરી અસર થઈ હતી. પાણીના કુલરમાં સેલફોસની ગોળીઓ નાખ્યાની આશંકા છે. તેમાં પાણીમાં ઝેર ભળ્યું છે કે નહિ તે માટે સેમ્પલ લેવાયા છે. તથા સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે.

પીવાના પાણીમાં એલ્યુમિનિયમ સેલ્ફોસ ભેળવી હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું

કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ છે. જેમાં પીવાના પાણીમાં એલ્યુમિનિયમ સેલ્ફોસ ભેળવી હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કાપોદ્રા પોલીસની ટીમ અનભ જેમ્સમાં પહોંચી છે. પોલીસની ટીમ દ્વારા કંપનીમાં કામ કરતા રત્ન કલાકારોની પૂછપરછ કરાશે. કાપોદ્રાના અનભ જેમ્સના રત્નકલાકારોને ઝેરી દવાની અસરનો મામલો ચકરાવે ચઢ્યો છે. જેમાં 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ અને 14 રત્નકલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં તમામ લોકોની તબિયત હાલ સુધારા પર છે. દવાની અસર થાય તે પહેલા જ રત્ન કલાકારોની સારવાર શરૂ થઈ ગઈ હતી.

મેનેજર તરફથી કહેવામાં આવ્યું કે પાણીમાં કોઈએ ઝેરી દવા ભેળવી છે

હવે રત્ન કલાકારોને તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે. બ્લડપ્રેશર ડાઉન થતા ડાયમંડ હોસ્પિટલમાં ચાર રત્ન કલાકાર ICUમાં ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે. જેમાં રત્નકલાકારે જણાવ્યું કે તેઓ સવારથી કુલરનું પાણી પીતા હતા. જેમાં દસ વાગ્યે મેનેજર તરફથી કહેવામાં આવ્યું કે પાણીમાં કોઈએ ઝેરી દવા ભેળવી છે. ત્યારબાદ તમામ રત્નકલાકારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો: Weather News : ગુજરાતના તાપમાનમાં મોટાપ્રમાણમાં થશે ઘટાડો, જાણો શું છે હવામાન નિષ્ણાતની આગાહી

 

Tags :
DiamondCompanyGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsKapodraSuratTop Gujarati News