Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતની ખાનગી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ મહાકાવ્યનું પઠન કરાયું

સુરતની ખાનગી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ મહાકાવ્યનું પઠન કરાયુંધ સેન્ટર ફોર ઇંગ્લિશ ટીંચિગ દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય અંગે સમજણ અપાઈધો. ૬ થી ૧૦ના વિધાર્થીઓ માટે ધાર્મિક અને ઇગ્લિશ એક્ઝિબિશન યોજાયુંઆ પ્રદર્શનમાં જીવન કૌશલની જુદી જુદી થીમો આવરી લેવામાં આવી હતીસુરત (Surat)ની ગુરૂકૃપા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ (Ramayana) મહાકાવ્ય દ્વારા શાશ્વત ઉકેલો વિષ
03:21 AM Feb 14, 2023 IST | Vipul Pandya
  • સુરતની ખાનગી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ મહાકાવ્યનું પઠન કરાયું
  • ધ સેન્ટર ફોર ઇંગ્લિશ ટીંચિગ દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય અંગે સમજણ અપાઈ
  • ધો. ૬ થી ૧૦ના વિધાર્થીઓ માટે ધાર્મિક અને ઇગ્લિશ એક્ઝિબિશન યોજાયું
  • આ પ્રદર્શનમાં જીવન કૌશલની જુદી જુદી થીમો આવરી લેવામાં આવી હતી
સુરત (Surat)ની ગુરૂકૃપા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ (Ramayana) મહાકાવ્ય દ્વારા શાશ્વત ઉકેલો વિષય ઉપર વિવિધ કૃતિઓ, કોયડાઓ, વાર્તા, કન્વર્ઝેશન, ડ્રામા તેમજ વિવિધ ચિત્રો દ્વારા માર્ગદર્શન અપાયુ હતું.સાથેજ ધો. ૬ થી ૧૦ના છાત્રો માટે ઇગ્લિશ એક્ઝિબિશન યોજાયું,જેમાં યુનેક, ધ સેન્ટર ફોર ઇંગ્લિશ ટીચિગ એન્ડ ટ્રેઈનિંગના સહયોગથી વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય વિદ્યાર્થીઓ આજ ના યુગ સાથે ખભે થી ખભા મિલાવે ને ચાલે એ માટે શાળા દ્વારા અનોખું આયોજન કરાયું.
 પ્રદર્શનનું આયોજન 
સુરત ખાતે એક દિવસીય રામાયણ અને ઇંગ્લિશનો પાર્ટ આપતું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે કઈક નવું શીખવા મળે વિદ્યાર્થી સહિત વાલીઓની પણ સમાજવધે અને લોકો ને કઈંક નવું જોવા મળે એ હેતુસર યુનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

શાળામાં ભગવદ્દ ગીતાના પાઠ, રામાયણનો ઇતિહાસ અને ઇંગ્લિશની ટ્રેનીંગ 
સુરતની ગુરૂકૃપા વિદ્યાલય ખાતે 300થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં ભગવદ્દ ગીતાના પાઠ, રામાયણનો ઇતિહાસ અને ઇંગ્લિશની ટ્રેનીંગ સહિતની સમજણ અપાઈ હતી.આ અભ્યાસ માટે એક પ્રદર્શન યોજી વિદ્યાર્થી બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય. બાળકો દરરોજ ઘરેથી શાળા આવે તે પહેલાં પોતાના માતા પિતાને પગે લાગે. સૌ વિદ્યાર્થીઓ પ્રેમ થી રહે તેવા હેતુસર શાળામાં પ્રદશન યોજાયું.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયુ
મોરા ભાગળ, રાંદેર રોડ સ્થિત આવેલી ગુરૂકૃપા વિદ્યાલય ખાતે ગુરૂકૃપા વિદ્યાલય અને યુનેક, ધ સેન્ટર ફોર ઇંગ્લિશ ટીચિગં એન્ડ ટ્રેઈનિંગના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય તે માટે અંગ્રેજી એક્ઝિબિશન યોજી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સુંદર પ્રયાસ કરાયા.આ પ્રસંગે વિદ્યાર્થી માટે સુંદર આયોજન કરનાર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. નૈલેષ પટેલ એ જણાવ્યું હતું કે ૧૫થી વધુ શાળાના ધો. ૬ થી ૧૦નાં ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં સમકાલીન સમસ્યાઓના ગીતા અને રામાયણ મહાકાવ્ય દ્વારા શાશ્વત ઉકેલો વિષય ઉપર વિવિધ કૃતિઓ, કોયડાઓ, વાર્તા, કન્વર્ઝેશન, ડ્રામા તેમજ વિવિધ ચિત્રો દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. આ પ્રદર્શનમાં જીવન કૌશલની જુદી જુદી થીમો આવરી લેવામાં આવી હતી. આ પ્રદર્શનનો હેતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં કેવી રીતે રજુઆત કરવી તેનું પ્લેટફોર્મ આપવા અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીનું મહત્વ અને ઉપયોગ જાણે તે હતો. 

વિદ્યાર્થીઓ હાજર રહ્યા
સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. વિજય પટેલે કારકિર્દીના વિકાસ માટે અંગ્રેજી ભાષાનું મહત્વ ઉપર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યુ હતું.જ્યારે યુનેક સંસ્થાના ડાયરેક્ટર સંદિપ દેસાઈએ આજના યુગમાં અંગ્રેજીને સ્વીકાર્યુ જ રહ્યું એ વાત સમજાવી હતી. ગુરૂકૃપા વિદ્યાલયના અંગ્રેજી શિક્ષક બિમલ મહેતા અને સિંગ સીમાએ આભાર વિધિ કરી પ્રદર્શનની પુર્ણાહુતિ કરી હતી.આ પ્રદશનમાં વિવિધ શાળાના આચાર્યો, સુપરવાઈઝરો, શિક્ષકો તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં આ પ્રદર્શન માં હાજરી આપી તેને સફળ બનાવ્યું હતું..
આ પણ વાંચો--PM MODIને સુરતના વિદ્યાર્થીઓની અનોખી વેલેન્ટાઇન ગિફ્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ExhibitionGujaratFirstRamayanaSchoolStudentsSurat
Next Article