Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

27 દિવસ પહેલા પરણેલી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપીમાં મોતની છલાંગ

મંગળવારે બપોરે ઘરેથી નોકરીએ જવાનું કહી નીકળી હતી ફિઝિયોથેરાપિસ્ટ૨૭ દિવસ અગાઉ પરણેલી પાલનપુરની ફિઝિયોથેરાપિસ્ટની તાપીમાં મોતની છલાંગસ્મીમેરમાં તબીબોની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાયુંસુરત (Surat)માં મંગળવારે બપોરે ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળેલી પાલનપુર પાટિયાની ફિઝોયોથેરાપિસ્ટ યુવતીની  (Physiotherapist Girl)ની બુધવારે સવારે હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. à«
02:53 AM Jan 05, 2023 IST | Vipul Pandya
  • મંગળવારે બપોરે ઘરેથી નોકરીએ જવાનું કહી નીકળી હતી ફિઝિયોથેરાપિસ્ટ
  • ૨૭ દિવસ અગાઉ પરણેલી પાલનપુરની ફિઝિયોથેરાપિસ્ટની તાપીમાં મોતની છલાંગ
  • સ્મીમેરમાં તબીબોની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાયું
સુરત (Surat)માં મંગળવારે બપોરે ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળેલી પાલનપુર પાટિયાની ફિઝોયોથેરાપિસ્ટ યુવતીની  (Physiotherapist Girl)ની બુધવારે સવારે હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ૨૭ દિવસ પહેલા જ પરણેલી ફિઝિયોથેરાપિસ્ટે તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે.. તેણીના અકાળે મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા સ્થિત શ્રાી રંગ સોસાયટીમાં રહેતી હેમાંગીબેન ડેરીકભાઈ પટેલ (ઉં.વ.૨૫) ફિઝિયોથેરાપિસ્ટ હતી. તેણીના ૨૭ દિવસ પહેલાં જ ઓનલાઈનના વ્યવસાય સાથે સંકળાયેલા ડેરીકભાઈ સાથે લગ્ન થયા હતા. દરમિયાન બુધવારે સવારે હેમાંગીબેનની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેરમાં ખસેડયો હતો.જ્યાં તબીબોની પેનલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બનાવની તપાસ કરતા એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, હેમાંગીબેને નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પરંતુ તેણીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. તેણીના પિયરપક્ષ તરફથી પણ હાલ કોઈ ફરિયાદ નથી. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

રાંદેર પોલીસમાં ગુમની ફરિયાદ આપી હતી
પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે, ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતી હતી હેમાંગીબેન મંગળવારે બપોરે નોકરી પરથી ઘરે આવી હતી. પરંતુ તેણીનો ઉપવાસ હોય પતિ ડેરીકભાઈ સાથે વાતચીત કરી મોપેડ લઈ ફરી નોકરીએ નીકળી ગઈ હતી. જોકે, બપોર બાદ ક્લિનિકના ડોક્ટરે ડેરીકભાઈને ફોન કરી હેમાંગીબેન ક્લિનિક પર કેમ આવ્યાં નહીં? એવો પ્રશ્ન કરતા તેઓ ચોંકી ગયા હતા. ત્યાર બાદ ડેરીકભાઈએ ભરીમાતા રોડ સ્થિત હેમાંગીબેનના પિયરમાં ફોન કર્યો હતો. પરંતુ હેમાંગીબેન ત્યાં પણ ગઈ ન હોતી. જેને પગલે પરિવારના સભ્યોએ હેમાંગીબેનની શોધખોળ શરૂ કરી હતી અને આખરે રાત્રે દસેક વાગે રાંદેર પોલીસમાં તેણીના ગુમ થયાની ફરિયાદ આપી હતી.
બુધવારે સવારે મોબાઈલની રિંગ વાગી હતી
પોલીસે વધુમાં કહ્યું હતું કે, પરિવારના સભ્યોએ હેમાંગીબેનનો સંપર્ક કરવા મોબાઈલ પર વારંવાર કોલ કર્યો હતો. પણ મોબાઈલ સ્વિચ ઓફ આવતો રહ્યો હતો. દરમિયાન બુધવારે સવારે સાડા છ વાગ્યાના આસપાસ હેમાંગીબેનના મોબાઈલની રિંગ વાગી હતી, પરંતુ તેણીએ ફોન ઉપાડયો નહોતો. મોબાઈલનું લોકેશન હનુમાન ટેકરીની આસપાસનું આવતા અને પરિવારના સભ્યોએ ત્યાં જઈ તપાસ કરતા નદીમાંથી તેણીની લાશ મળી આવી હતી. ત્યારબાદ આખો મામલો સિંગણપોર પોલીસ સુધી પહોંચ્યો હતો. સિંગણપોર પોલીસે હેમાંગીબેનનો મોબાઈલ ફોન કબજો લઈ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--અંબાજીમાં ગબ્બર રોપ વે મેઇન્ટેનન્સના કારણે 5 દીવસ બંધ રહેશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstPhysiotherapistGirlpolicesuicideSurat
Next Article