ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahalgam Terror Attack: આતંકીઓએ કહ્યું મુસલમાન અને હિન્દુઓ અલગ થઈ જાઓ : શૈલેષ કળથિયાના પુત્ર

શૈલેષ કળથિયાના પુત્ર નકસે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે પહેલા અમે મીની સ્વિટ્ઝર્લેન્ડ પહેલગામ ગયા હતા
10:29 AM Apr 24, 2025 IST | SANJAY
featuredImage featuredImage

Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીર આતંકી હુમલા મામલે મૃતક શૈલેષ કળથિયાના પુત્રનો સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં શૈલેષ કળથિયાના પુત્ર નકસે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે પહેલા અમે મીની સ્વિટ્ઝર્લેન્ડ પહેલગામ ગયા હતા. રસ્તો ખરાબ હોવાથી ઘોડે સવાર થઈ ગયા હતા. અમે જેવા ત્યાં પહોંચ્યા ત્યાં ભૂખ લાગી હતી. તથા અચાનક જ ગોળીઓની અવાજ આવી ગઇ હતી. અમે સૌ લોકો આ અવાજ સાંભળી ત્યાંથી ભાગ્યા હતા.

હિન્દુઓને ગોળીઓ મારવામાં આવી હતી

એજ સમયે તે આતંકીઓ અમારી સામે આવી ગયા હતા. આતંકીઓએ કહ્યું મુસલમાન અલગ થઈ જાઓ અને હિન્દુઓ અલગ થઈ જાઓ. જેમાં હિન્દુઓને ગોળીઓ મારવામાં આવી હતી. જે બાદ તે તમામ લોકો ગાયબ થઈ ગયા હતા. જેથી અમે બચીને નીચે ભાગીને આવી ગયા હતા. એક વ્યક્તિની દાઢી બહુ મોટી હતી તથા માથાના ભાગે ટોપી અને કેમેરો પણ હતો. તમામ હિન્દુઓને ગોળીઓ મારી તે લોકો ભાગી છુટ્યા હતા.

મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી.આર.પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી

મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી.આર.પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી હતી અને ન્યાયની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખીને ફરવા ગયા હતા એજ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. વીઆઈપી માટે જે સર્વિસ છે તે આ લોકો માટે કેમ નથી. આર્મી કેમ્પમાં કહેતી હતી કે ઉપર અનેક લોકો ઈજાગ્રસ્ત છે છતાં સમયસર કોઈ મદદ કરી નહોતી. ઉપર આટલી મોટી ઘટના બની તો નીચે આર્મીને ખબર કેમ ન પડી?

મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહને જોતા જ મૃતક યતીશભાઈ પરમારના પત્ની અને મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું હતું. પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સામેલ થયા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, કલેકટર ડો.મનીષ બંસલ તથા નગરસેવકો સહિત અધિકારીઓ પણ સામેલ થયા હતા.

આ પણ વાંચો: Pahalgam Terror Attack : ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

 

 

Tags :
BJPGujaratGujaratFirstIndiaJammuKashmirKashmirPahalgampahalgam terror attackSurat