ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

મોબાઈલ....મોજ કે મોત ??? રીલ્સના વળગણે વધુ એક યુવકનો ભોગ લીધો

મોબાઈલ કે સોશિયલ મીડિયાનું હદથી વધુ વળગણ હોવું હાનિકારક છે. આ વધુ પડતું વળગણ ક્યારેક જીવલેણ પણ નીવડે છે. આવો જ એક કિસ્સો સુરતના લીંબાયતમાં બન્યો છે. રીલ્સના વળગણમાં યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
06:46 PM Apr 13, 2025 IST | Hardik Prajapati
મોબાઈલ કે સોશિયલ મીડિયાનું હદથી વધુ વળગણ હોવું હાનિકારક છે. આ વધુ પડતું વળગણ ક્યારેક જીવલેણ પણ નીવડે છે. આવો જ એક કિસ્સો સુરતના લીંબાયતમાં બન્યો છે. રીલ્સના વળગણમાં યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
featuredImage featuredImage
Mobile addiction, Social media obsession,

Surat: ગુજરાતના રંગીલા શહેરના સુરતમાં મોબાઈલની મોજ એક યુવકના મોતનું કારણ બની ગઈ છે. રીલ્સના વધુ પડતા વળગણને લીધે લીંબાયતનો એક યુવક મૃત્યુ પામ્યો છે. સોશિયલ મીડિયાનું આ વળગણ યુવકોને ઘેલા કરી રહ્યું છે. જેમાં યુવકો પોતાનો જીવ ખોઈ રહ્યા હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી જાય છે. ક્યારેક ગેમની લતે ચડેલ અથવા ઓનલાઈન ગેમિંગમાં દેવું થઈ ગયેલ યુવાન આત્મહત્યા કરતા હોય છે તો પછી ક્યારેક વાયરલ રીલ્સના ચક્કરમાં જોખમી સ્ટંટ કરતા આ યુવકો જીવ ગુમાવી દેતા હોય છે.

રીલ્સનું વળગણ મોતને આમંત્રણ

સુરતના લીંબાયતમાં એક યુવકે રીલ્સના વળગણને પરિણામે જીવથી હાથ ધોવા પડ્યા છે. આ યુવક ધાબા પર ચડીને મોબાઈલમાં રીલ્સ જોતો હતો. રીલ્સ જોવામાં તલ્લીન થઈ ગયેલા યુવકને જ્યારે ધાબા પરથી નીચે ઉતરવાનો સમય આવ્યો ત્યારે તે માર્ગ ભૂલી ગયો. તેને સીડીથી નીચે ઉતરવાને બદલે બીજી તરફથી નીચે ઉતરવાની કોશિશ કરી. જેમાં ધાબા પરથી આ યુવક સીધો જ જમીન પર પટકાયો. આ પછડાટ આ યુવક માટે જીવલેણ સાબિત થઈ અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું.

આ પણ વાંચોઃ  Narmada: આઝાદીનાં વર્ષો બાદ પણ વિકાસ માટે વલખા મારતુ ગામ, ચોંકાવારા દ્રશ્યો આવ્યા સામે, જુઓ વીડિયો

મોબાઈલમાં સતત વ્યસ્ત રહેવું હાનિકારક

આપણે ઘણીવાર જોઈએ છે કે ડ્રાઈવિંગ કરતી વખતે, જમતી વખતે, સીડી ચડતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે લોકો મોબાઈલમાં ગળાડૂબ હોય છે. આ રીતે મોબાઈલમાં સતત વ્યસ્ત રહેવું હાનિકારક છે. મોબાઈલ યુઝરે થોડીકવાર મોબાઈલ વાપરી લીધા બાદ આસપાસની પરિસ્થિતિનો પણ તાગ મેળવવો જોઈએ. ખાસ કરીને ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલમાં ડૂબેલા રહેતા લોકો પોતાના જીવ ગુમાવવાની સાથે સાથે રાહદારીઓ અને અન્ય મુસાફરો માટે પણ જીવલેણ બની જતા હોય છે. આજે લીંબાયતના યુવકે મોબાઈલની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને તકેદારી લીધી હોત અને સાચી જગ્યાએથી સીડી ઉતરવાનું પસંદ કર્યુ હોત તો આજે એક ઘરનો કુળદીપક ઓલવાયો ન હોત.

આ પણ વાંચોઃ  સુરતના Dharmesh Kathiriya નો મૃતદેહ માદરે વતન લવાયો, કેનેડામાં કરાઈ હતી કરપીણ હત્યા

Tags :
Dangers of screen addictionGujarat FirstGUJARAT FIRST NEWSImpact of social media on youthMobile addictionMobile misuseMobile phone distractionMobile phone fatal accidentMobile-related accidentsOnline behavior consequencesReels addictionReels obsessionSmartphone overuseSocial media obsessionSurat youth accidentYouth death due to mobile