ધારાસભ્ય અને બસ એસોસિએશનની લડાઈમાં લોકોને પડી રહી છે ભારે હાલાકી
ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશન વચ્ચે થયો વિવાદકુમાર કાનાણીએ પોલીસને સંબોધી લખ્યો હતો પત્રભારે વાહનોની શહેરમાં અવર-જવારને લઈને લખાયો હતો પત્રહવે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યોવાલક પાટીયા લક્ઝરી બસો ઉભી રહી ગઈભારે ટ્રાફિક જામ સર્જાયોરીક્ષા ચાલકોએ ભાડામાં પણ કર્યો વધારોસુરત શહેરમાં ધારાસભ્ય અને લક્ઝરી બસ સંચાલકોની આમને-સામનેની લડાઈમાં લોકોએ હાલાકી વેઠવાનà
05:58 AM Feb 21, 2023 IST
|
Vipul Pandya
- ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશન વચ્ચે થયો વિવાદ
- કુમાર કાનાણીએ પોલીસને સંબોધી લખ્યો હતો પત્ર
- ભારે વાહનોની શહેરમાં અવર-જવારને લઈને લખાયો હતો પત્ર
- હવે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો
- વાલક પાટીયા લક્ઝરી બસો ઉભી રહી ગઈ
- ભારે ટ્રાફિક જામ સર્જાયો
- રીક્ષા ચાલકોએ ભાડામાં પણ કર્યો વધારો
સુરત શહેરમાં ધારાસભ્ય અને લક્ઝરી બસ સંચાલકોની આમને-સામનેની લડાઈમાં લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં લક્ઝરી બસના કારણે થતાં ટ્રાફિક જામની વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પોલીસને પત્ર લખી રજૂઆત કરાઇ હતી. જે બાદ ધારાસભ્યના પત્ર બાદ પોલીસ એક્શનમાં આવી ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને એક ચોક્કસ સમય તેમના માટે ફાળવવામાં આવ્યો જેને લઇ લકઝરી બસ સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પોલીસને લખેલા પત્રથી થયેલા વિવાદ બાદ લક્ઝરી બસ એસો.એ મંગળવાર એટલે કે આજથી તમામ બસ વાલક પાટીયા સુધી જ લાવવા નિર્ણય લીધો હતો. જેના કારણે મોડી રાતથી બસ સંચાલકો મુસાફરોને શહેરના છેવાડે આવેલા વાલક પાટિયા ખાતે મુસાફરોની ઉતારી દેવાતા મુસાફરો અટવાયા છે. શહેરના નાકે બસ અટકવાથી લોકોએ સૌરાષ્ટ્રના ભાડા કરતા અડધો ખર્ચ વેઠવાનો વારો આવ્યો હોવાની ગુજરાત ફર્સ્ટ ને માહિતી આપી હતી. આજથી એટલે મગળવારની વહેલી સવારથી જ વાલક પાટિયા પાસે મુસાફરોને ઊતારવાનો નિર્ણય લેવાયો હતો જેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
હવે બસના સમયમાં પણ ફેરફાર કરાશે. શહેરની જગ્યાએ હવે શહેરના નાકે આવેલા વાલાક પાટિયાથી જ બીજા દિવસે લોકોને બસમાં બેસાડાશે. અને સાંજે પણ ત્યાજ ઉતારાશે. વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે, હવે લક્ઝરી બસ સંચાલકો સુરત શહેરમાં બસ નહીં લાવે. એવો નિર્ણય બસ એસોસિએશન દ્વારા લેવાયો છે. સુરતથી રોજિંદા ૩૦૦ જેટલી બસ સૌરાષ્ટ્ર, ઊતર ગુજરાત અને અમદાવાદ તરફ જાય છે, તેમજ રોજિંદા ૩૦૦ થી વધુ બસ સુરત પરત આવે છે, પરંતુ હવે સુરત શહેરમાં રહેતા અને લક્ઝરી બસમાં સફર કરતા લોકોને હાલાકી ભોગવવી પડશે. જેના જવાબદાર કુમાર કાનાણી રહેશે. સાથે જ બસ એસો.ના પ્રમુખ દિનેશ અણધણે કુમાર કાનાણીના પત્રને લઈ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
બસ માટે પડતી તકલીફોને લઈ લોકોએ પરિવાર સાથે પડતી તકલીફ અંગે કહ્યું હતું કે, લક્ઝરી બસ દ્વારા વાલાક પાટિયા ખાતે બસમાંથી ઉતરી દેવામાં આવ્યા છે. અહીંથી રિક્ષા પર નથી મળી રહી અને કે રિક્ષા મળે છે એ રિક્ષાના ચાર ઘણા અથવા બમણા ભાડા તેઓ માંગણી કરી રહ્યા છે. રોડ રસ્તા પર બાળકો વૃદ્ધો સાથે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. આ અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બસ એસોસિયેશનનો ઈરાદો લોકોને હેરાન કરવાનો છે. નિયમોનો અમલ કરવામાં બસ એસોસિએશન વાંધો શું છે. બસ શહેરના બહાર ઊતરવાનો કોઈ અર્થ નથી, બસ સંચાલકોનો આ નિર્ણય ગેરવ્યજબી છે. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એનું ધ્યાન રાખવુંએ બધાની ફરજ છે.
ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે બસના સમય પહેલા તૈયાર રહે પોતાનું નામ લખાવે જેથી તે સમયે ત્યાં ટ્રાફિક ના થાય વધુમાં તેમણે કહ્યું હતું કે, માટે લોકો હેરાન નહિ કરવા જો બસ સંચાલકોને હેરાન કરવા હશે તો આર.ટી.ઓ. ને પત્ર લખી જણાવે. જોકે મુખ્યમંત્રીને પણ આ મામલે ફરિયાદ કરાશે. જે લોકો હેરાન થઈ રહ્યા છે. એ માટે બીઆરટીએસ શરૂ કરવા સૂચના આપી છે. બસ સંચાલકોએ વલાક પાટિયા ઊતરવા 200 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ જેવી પણ વાત કુમાર કાનાણીએ કરી હતી. લોકોની સામે દાદાગીરી કરવા માટે આ બસ ચાલકોની આડોડાઈ છે. મે માત્ર લોકોની માંગણી લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો છે. સાડા ચાર લોકોએ મારા પત્રને વધાવ્યો છે. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એ માટે હું પ્રયાસ કરી રહ્યો છે.
બીજી બાજુ બસ એસોસિયેશન પ્રમુખ દિનેશ અંખડ એ જણાવ્યું હતું કે બસ હવે શહેરમાં નહિ આવે. ધારાસભ્યએ બસ સંચાલકોની કામગીરીમાં વધારો કર્યો છે. જેથી બસ એસોસિયેશન એ પણ ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વનાનીને રજૂઆત કરાઈ છે. જેથી આજે સાંજે પાંચ વાગ્યે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે બસ એસોસિએશન સાથે મિટિંગનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની એન્યુઅલ મીટિંગનો પ્રારંભ, CM ભૂપેન્દ્રભાઇ પટેલે આપી હાજરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article