યુવાનના લગ્નની કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ સામે આવ્યો, કંકોત્રીમાં સરદાર, ભગતસિંહ, સુભાષચંદ્રનો સમાવેશ
યુવાનના લગ્નની કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ સામે આવ્યોરાષ્ટ્ર પ્રેમ યુવકે કંકોત્રીમાં વ્યક્ત કર્યોકંકોત્રીમાં સરદાર, ભગતસિંહ,સુભાષચંદ્ર,નો સમાવેશસ્વતંત્ર સેનાનીઓના ફોટોને કંકોત્રીમાં સ્થાન આપ્યુંખરેખર તો આ લોકો સાક્ષાત ભગવાન છે:કરણ ચાવડાકંકોત્રીમાં સરદાર, ભગતિસંહ અને બોઝની ઝલકલગ્નસરાની સિઝન અને મુહૂર્તની વણઝાર વચ્ચે હટકેઅનોખી કંકોત્રી બનાવવાનું ચલણલગ્નસરાની ચાલુ સિઝ
- યુવાનના લગ્નની કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ સામે આવ્યો
- રાષ્ટ્ર પ્રેમ યુવકે કંકોત્રીમાં વ્યક્ત કર્યો
- કંકોત્રીમાં સરદાર, ભગતસિંહ,સુભાષચંદ્ર,નો સમાવેશ
- સ્વતંત્ર સેનાનીઓના ફોટોને કંકોત્રીમાં સ્થાન આપ્યું
- ખરેખર તો આ લોકો સાક્ષાત ભગવાન છે:કરણ ચાવડા
- કંકોત્રીમાં સરદાર, ભગતિસંહ અને બોઝની ઝલક
- લગ્નસરાની સિઝન અને મુહૂર્તની વણઝાર વચ્ચે હટકે
- અનોખી કંકોત્રી બનાવવાનું ચલણ
લગ્નસરાની ચાલુ સિઝનમાં 24 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી મુહૂર્તની વણઝાર વચ્ચે ગુજરાતભરમાં લગ્ન આયોજનોની ભરમાર જોવા મળી રહી છે. દેવઊઠી એકાદશી બાદ શુક્રાસ્તને પગલે લગ્નમુહૂર્તનો દુકાળ જોવા મળ્યો હતો. જ્યારે 24 નવેમ્બર બાદ મુહૂર્ત શરૂ થયા બાદ ઠેરઠેર લગ્નની શહેનાઇઓ ગુંજી રહી છે. દરમિયાન લગ્નસરાની સિઝન અને મુહૂર્તની વણઝાર વચ્ચે મહેમાનો, સંબંધીઓ માટે હટકે, અનોખી કંકોત્રી બનાવવાનું ચલણ વધ્યું છે. તેમાં પણ સુરતના એક લગ્નમાં કંકોત્રીમાં આઝાદીના ઘડવૈયાની તસવીર સાથે દેશદાઝની ઝલક જોવા મળી હતી.
સુરતમાં વર્ષોથી કલામ લાઇબ્રેરી ચલાવતા ગુજરાત કલામ સેન્ટરના અંડર સેક્રેટરી કરણ ચાવડાએ તેમના લગ્ન નિમિત્તે આઝાદીના ઘડવૈયાઓના બલિદાનને યાદ કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. સામાન્યપણે લગ્નકંકોત્રીમાં પ્રથમ પાના પર ભગવાનના ફોટો જોવા મળે છે. જોકે, તેની જગ્યાએ કરણ ચાવડા અને શિવાંગીના 8 ડિસેમ્બરે થનારા લગ્ન સમારોહની કંકોત્રીમાં સરદાર વલ્લભભાઇ પટેલ, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના ફોટો છાપી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ સિવાય હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીને 75 વર્ષ પૂરા થયા હોય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કરણ ચાવડાની કંકોત્રીના પહેલા પાના પર આઝાદી કા અમૃત મહોત્સવની ઝલક દેખાડવામાં આવી રહી છે. કરણ ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીના ઘડવૈયા એવા સરદાર, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝને કારણે આપણે દેશવાસીઓ સ્વતંત્ર વાતાવરણમાં જીવી રહ્યા છે. ત્યારે લગ્ન સમારોહ વેળાએ તેમને યાદ કરવા સૌ નાગરીકોની ફરજ છે. તેને ધ્યાનમાં રાખીને જ લગ્નકંકોત્રીમાં તેમના ફોટો રાખવાનું પસંદ કર્યું છે.
ડિજિટલ કંકોત્રી અને પ્રિ-વેડિંગ ફોટોશૂટનું ઘેલુ
લગ્ન કરનાર દુલ્હન એટલે કે શિવાંગી એ જણાવ્યું હતું કે, લગ્નસરાની સિઝનમાં છેલ્લા બે વર્ષથી ડિજિટલ કંકોત્રીનું ચલણ ફૂલ્યુફાલ્યું છે. આજના ટેક્નોલોજીના યુગમાં હવે વર અને કન્યા પક્ષ દ્વારા ડિજિટલ કંકોત્રી પાછળ પણ મસમોટો ખર્ચ કરવામાં આવે છે. મહેમાનોને વોટ્સએપના માધ્યમથી ડિજિટલ કંકોત્રી મોકલવામાં આવી રહી છે. તે માટે પ્રોફેશનલ ડિઝાઇનરની મદદથી સુમધુર ગીતો, સંગીત સાથે કંકોત્રી બનાવવામાં આવી રહી છે. આ સિવાય યુવા પેઢીમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટનું ઘેલુ અકબંધ છે. લગ્નના 15 દિવસ પહેલાથી જ વિવિધ ફોટો સાથેના મેસેજ મહેમાનો, સંબંધીઓને મોકલી આપવામાં આવે છે.
પ્રિ-વેડીંગ માટે થતી ખર્ચની રકમમાંથી ધરમપુર અને ડાંગના આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું
ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનના આરંભ સાથે જ ઓછા મુહૂર્તની સમસ્યા વર-કન્યા પક્ષને સતાવી રહી છે. ગત 25 નવેમ્બરથી મુહૂર્તની શરૂઆત થયા બાદ નવેમ્બર માસમાં 5 મુહૂર્ત જ મળ્યા હતા. જ્યારે ડિસેમ્બર માસમાં પણ 2, 4, 8, 9 અને 14 ડિસેમ્બરે જ મુહૂર્ત હોવાની સાથે જ શહેરમાં લગ્નોની ભરમાર જોવા મળી રહી છે. જ્યારે 16 ડિસેમ્બરે સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક એટલે કે કમુરતાની શરૂઆત થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement