Gujarat Local Elections: પાલિકા-પંચાયતની ચૂંટણીમાં EVM ખોટકાયા, ગરબડ થયાનો આક્ષેપ
- ભાજપ ઉમેદવારે ઝોનલ ઓફિસરને EVM અંગે રજૂઆત કરી
- રાજકોટની જેતપુર નગરપાલિકામાં EVM ખોટકાયુ
- અપક્ષોના બટનમાં ખામી સર્જાતા વિવાદ થયો છે
Gujarat Local Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. રાજ્યના જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આજે રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. ત્યારે રાજ્યમાં વિવિધ જગ્યાએ ચૂંટણીમાં EVM ખોટકાયા છે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં EVM ખોટકાયા હતા. તેમાં મોકપોલ દરમિયાન બે EVM ખોટકાયા હતા જેમાં બન્ને EVMને બદલીને મતદાન શરૂ કરાયું હતુ.
Sthanik Swaraj Election 2025 LIVE : જુઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાં કેવો છે માહોલ? | Gujarat First https://t.co/cdsDy5M81f
— Gujarat First (@GujaratFirst) February 16, 2025
ભાજપ ઉમેદવારે ઝોનલ ઓફિસરને EVM અંગે રજૂઆત કરી
રાજકોટની જેતપુર નગરપાલિકામાં EVM ખોટકાયુ છે. ચભાડીયા સ્કૂલમાં 5 નંબરનું મશીન બંધ હોવાની ફરિયાદ સામે આવી છે. ભાજપ ઉમેદવારે ઝોનલ ઓફિસરને EVM અંગે રજૂઆત કરી છે. તેમાં સત્યમ ગોસાઈએ મતદાન ન થાય તેવા પ્રયાસ થયાનો આરોપ લગાવ્યો છે. તેથી અધિકારીએ EVM મશીન શરૂ હોવાની માહિતી આપી છે. તેમજ ઘટનાને લઈ ઉચ્ચકક્ષાએ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.
પાટણની રાધનપુર નગરપાલિકામાં ફરી EMV ખોટવાયું
તેમજ પાટણની રાધનપુર નગરપાલિકામાં ફરી EMV ખોટવાયું છે. EVMમાં ક્ષતિ સર્જાતા મતદારોમાં નારાજગી દેખાઈ છે. વોર્ડ નંબર 7માં વિનય વિદ્યાલયમાં EVM મશીન ખોટવાયુ છે. જેમાં વિનય વિદ્યાલયમાં સતત 1 કલાકથી EVM મશીનમાં ક્ષતિ આવી છે. વલસાડની ધરમપુર નપામાં મતદાનમાં વિલંબ થયો છે. કારણ કે વોર્ડ નં-1 અને વોર્ડ નં-4માં EVM ખોટકાયું છે. ત્યારે ટેક્નિકલ ખામીના કારણે મતદાન અટક્યું હોવાની માહિતી સામે આવી રહી છે. અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા, અને ખામી દૂર કરી છે. જેમાં
વોર્ડ નં-4ના EVMમાં 4 નંબરનું બટન કામ નહોતું કરતું તેમજ ખેડાના ચકલાસીમાં EVMને લઇ વિવાદ થયો છે.
અપક્ષોના બટનમાં ખામી સર્જાતા વિવાદ થયો છે
અપક્ષોના બટનમાં ખામી સર્જાતા વિવાદ થયો છે. જેમાં અપક્ષ ઉમેદવારે સમગ્ર મામલે અધિકારીને રજૂઆત કરી છે. રઘુપુરા વોર્ડ નંબર-7માં ઘટના બની છે. અધિકારીઓ ચકાસણી કરતા કોઇ જ ખામી બહાર ન આવી તથા અપક્ષ ઉમેદવારોનો બટન દબાવવામાં વાર લાગતી હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. દ્વારકાના સલાયામાં જિનવિતારમાં EVM ખોટકાયું છે. સલાયાના બૂથ નંબર 2માં EVM ખોટકાતા 1 કલાક સુધી EVM બંધ રહેતા મતદારો અટવાયા છે. જેમાં EVM બદલવા માટે અધિકારીઓએ કવાયત શરૂ કરી છે. તેમજ જલ્દી મતદાન શરૂ થશે તેવી બાહેધરી આપી છે.
આ પણ વાંચો: Gujarat Local Elections: બોટાદની ગઢડા નગરપાલિકાની 24 બેઠકો પર મતદાન