Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : આગામી 5 દિવસ ગુજરાતના આ શહેરોમાં હીટવેવની આગાહી

તડકામાં લોકોએ શેકાવવું ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હીટવેવથી લોકોને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે
gujarat   આગામી 5 દિવસ ગુજરાતના આ શહેરોમાં હીટવેવની આગાહી
Advertisement
  • તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ
  • કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા
  • વિવિધ વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

Gujarat : આગામી પાંચ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવ (Heat wave)ની આગાહી છે. આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. જેમાં તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ છે. હીટવેવની આગાહીને પગલે લોકો પણ સચેત થયા છે. જેમાં કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા છે. કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈ વ્યવસ્થા કરાઇ છે.

તડકામાં લોકોએ શેકાવવું ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી

તડકામાં લોકોએ શેકાવવું ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હીટવેવ (Heat wave) થી લોકોને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ઉધના વિસ્તારમાં ચાર દિવસ જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન છે. જેમાં આયોજનના પગલે દસથી પંદર હજાર લોકો આવે તેવી શક્યતા છે. જે કાર્યક્રમને ધ્યાને લઈ આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઇ છે. ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન છે. અક્ષય તૃતીયા વર્ષીતપ પારણા મહોત્સવ અને જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયુ છે. આયોજનમાં 200 જેટલા તપસ્વી પણ હાજર રહેશે. ત્યારે કાર્યક્રમમાં આવતા લોકોની સુખાકારી અને સગવડ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. આગામી 24 કલાક સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનની યથાસ્થિતિ રહેશે. તાપમાનમાં પણ બહુ કોઇ મોટા ફેરફારની શકયતા નહિવત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 22 એપ્રિલ બાદ ફરી ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાશે જેથી અકળાવી દેતી ગરમીનો અનુભવ થશે. તાપમાનનો પારો 22 એપ્રિલ બાદ 3થી 4 ડિગ્રી ઉંચકાઇ તેવું અનુમાન છે. 22 એપ્રિલથી કચ્છ, અમદાવાદ, રાજકોટ,ભાવનગર, અમરેલી, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.

Advertisement

દરિયાકાંઠા વિસ્તારમાં ધૂળભરી આંધી અને વંટોળની સ્થિતિ રહેશે

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગીરસોમનાથ, જામનગર, દ્વારકા, પોરબંદર, માંડવીમાં ભેજવાળા પવન સાથે ગરમી અનુભવાતા બફારાની સ્થિતિ અનુભવાશે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ હોવાથી વંટોળની સ્થિતિ હજુ પણ યથાવત રહેશે ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ધૂળભરી આંધી અને વંટોળની સ્થિતિ રહેશે.

આ પણ વાંચો: USA Vice-President JD Vance : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જયપુરની મુલાકાતે, પરિવાર સાથે આમેર કિલ્લાની મુલાકાત લીધી

Tags :
Advertisement

.

×