સુરત ઓનલાઈન બિઝનેસની આડમાં ચોલતું હતું જુગારધામ, લાખ્ખોનો મુદ્દામાલ ઝડપાયો
સુરતના (Surat) મોટા વરાછા વિસ્તારમાં પ્લાસ્ટિકના ડબ્બાના ઓનલાઈન વેપારની આડમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પોલીસે ઝડપી પાડી છે. PCB અને SOG પોલીસે બાતમીના આધારે રેડ કરી 10 લાખની વધારેના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ઝડપી લીધાં છે.મોટા વરાછા ખાતે આવેલ એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરના પહેલા માળે આવેલ સ્ટાર બજાર નામની દુકાનમાં પ્લાસ્ટિકના ડબ્બાનો ઓનલાઇન વેપાર કરતો હોવાનું બતાવવામાં આવ્યું હતું.પરંતુ
01:10 PM Feb 12, 2023 IST
|
Vipul Pandya
સુરતના (Surat) મોટા વરાછા વિસ્તારમાં પ્લાસ્ટિકના ડબ્બાના ઓનલાઈન વેપારની આડમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પોલીસે ઝડપી પાડી છે. PCB અને SOG પોલીસે બાતમીના આધારે રેડ કરી 10 લાખની વધારેના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ઝડપી લીધાં છે.
મોટા વરાછા ખાતે આવેલ એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરના પહેલા માળે આવેલ સ્ટાર બજાર નામની દુકાનમાં પ્લાસ્ટિકના ડબ્બાનો ઓનલાઇન વેપાર કરતો હોવાનું બતાવવામાં આવ્યું હતું.પરંતુ ઓનલાઇન વેપારની જગ્યાએ અહીં મસ્ત મોટું જુગાર ગામ ચલાવવામાં આવતું હતું. દુકાને ના માલિક રાજેશ ભાઈ દ્વારા ઓનલાઇન વેપાર કરવાની બદલે બહારથી લોકોને બોલાવી મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હતો.
ઝડપાયેલા આરોપીઓ
- રાજેશભાઈ ભુદરભાઈ ભલગામડીયા - દુકાન માલિક
- રાજેશભાઈ રાઘવભાઈ સાવલિયા
- ભાવેશભાઈ કરમશીભાઈ કસોદરીયા
- શૈલેષભાઈ કનુભાઈ પડાસાળા
- પ્રકાશ મનુભાઈ બ્રહ્મભટ્ટ
- રાજેશભાઈ છગનભાઈ રાણપરીયા
- પ્રવીણભાઈ વાલજીભાઈ ડોંડા
- રમણીકભાઈ લવાભાઈ ગોંડલીયા
- રાજેશભાઈ રામદાસ ચૌધરી
આ બાતમીના આધારે સ્ટાર બજાર નામની દુકાનમાંથી જુગારધામ ચલાવનાર સહિત બહારથી રમવા આવનાર કુલ 9 જેટલા જુગારીઓની ધરપકડ કરી તેમની પાસેથી પોલીસે ઘટના રોકડા રૂ. 7,26,660 અને રૂ. 3,12,500ની કીમતના 9 મોબાઇલ મળી કુલ રૂ. 10,39,160 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો તથા આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ઝડપાયેલા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article