કમોસમી વસાદ અને માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી
ઠંડીની વચ્ચે માવઠાની આગાહીઆગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધીમાવઠાથી બાગાયતી પાકને નુકસાનની શક્યતા હોવાનું ખેડૂતે જણાવ્યુંચીકુના પાકને મોટું નુકસાનકેરીના પાકને નુકસાનકપાસને પણ મોટું નુકસાનશેરડીના પાકને અસર60 હજાર એકરમાં કેરીનો પાક થાય છેકેરીનો મોળ ખરી પડતાં મોટું નુકસાનદક્ષિણ ગુજરાતમાં અંદાજે 50 કરોડથી વધુનું નુકસાન ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીને લઈ ખેડૂતોà
03:43 AM Jan 28, 2023 IST
|
Vipul Pandya
- ઠંડીની વચ્ચે માવઠાની આગાહી
- આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી
- માવઠાથી બાગાયતી પાકને નુકસાનની શક્યતા હોવાનું ખેડૂતે જણાવ્યું
- ચીકુના પાકને મોટું નુકસાન
- કેરીના પાકને નુકસાન
- કપાસને પણ મોટું નુકસાન
- શેરડીના પાકને અસર
- 60 હજાર એકરમાં કેરીનો પાક થાય છે
- કેરીનો મોળ ખરી પડતાં મોટું નુકસાન
- દક્ષિણ ગુજરાતમાં અંદાજે 50 કરોડથી વધુનું નુકસાન
ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો માવઠું થાય તો માવઠાથી બાગાયતી પાકને મોટું નુકસાન થવાની શક્યતા ખેડૂતોમાં સેવાઈ રહી છે. હાલ ચીકુના પાકને મોટું નુકસાન થઇ શકે છે. સાથે જ કેરીના પાકને નુકસાની થવાની પણ ભીતિ છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં 60 હજાર એકરમાં કેરીનો પાક થાય છે. અને હાલ જો માવઠું થાય તો કેરીનો મોળ ખરી પડશે જેને લઇ ખેડૂતોએ મોટું નુકસાન વેઠવું પડશે. એક અંદાજ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 50 કરોડથી વધુનું અંદાજિત નુકસાન થઇ શકે છે.
માવઠાની આગાહી થતાં ખેડૂતોની ઊંઘ ઊડી છે. કપાસને પણ મોટું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સુરતના હજીરા અને કોસ્મ્બામાં વરસાદ પડતાં કપાસ પલળી જવાનો ભય ખેડૂતોમાં સેવાઈ રહ્યો છે. તો સાથે જ શેરડીના પાકને પણ અસર થઈ શકે છે. હાલ 27 થી 29 જાન્યુઆરી માવઠું થવાની આગાહી કરાઈ છે જેમાં પંચમહાલ, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. જોકે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે માવઠાની અસર સુરતમાં પણ જોવા મળશે. એટલે કે સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને શહેરના કેટલાક વિસ્તારોમાં સાથે જ જિલ્લામાં પણ વરસાદના છાંટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં, હવે ધીરે-ધીરે માવઠા સાથે હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવશે અને ફેબ્રુઆરીમાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે. જેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર છે. 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. આમ છતાં ઠંડીનો ચમકારો રાત્રીના સમય દરમિયાન અનુભવાતો રહેશે. આમ ભર શિયાળે એક જ દિવસમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. માવઠાને પગલે ચીકુ, કેરી, શેરડી અને કપાસ જેવાં બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ આવે છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article