Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સજા, શું કહે છે સરકારી વકીલ?

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આજે સુરતની કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. 12 ફેબ્રુઆરીએ બનેલી આ હ્રદયદ્રાવક ઘટનાને જે લોકોએ પોતાની આંખે જોઇ હતી તે આજે પણ તેને ભૂલી શકતા નથી. ગ્રીષ્માનો પરિવાર આજે ફેનિલને મળેલી ફાંસીની સજાથી ઘણો ખુશ જોવા મળ્યો હતો. આ પહેલા સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સરકારે સુરતની કોર્ટમાં ઝàª
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સજા  શું કહે છે સરકારી વકીલ
સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આજે સુરતની કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. 12 ફેબ્રુઆરીએ બનેલી આ હ્રદયદ્રાવક ઘટનાને જે લોકોએ પોતાની આંખે જોઇ હતી તે આજે પણ તેને ભૂલી શકતા નથી. 
ગ્રીષ્માનો પરિવાર આજે ફેનિલને મળેલી ફાંસીની સજાથી ઘણો ખુશ જોવા મળ્યો હતો. આ પહેલા સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સરકારે સુરતની કોર્ટમાં ઝડપી કેસ ચલાવવાનો આદેશ જારી કર્યો હતો. સુરત કોર્ટમાં 28મી ફેબ્રુઆરીથી દરરોજ સુનાવણી ચાલી રહી હતી. રાજ્યની જનતા ઘટના થઇ તે દિવસથી ફેનિલને ફાંસી થાય તેવી માગ કરી રહી છે. જનતા આ અંગે સમાજમાં દાખલો બેસાડવાની પણ માગ કરી રહી હતી. કોર્ટના ફેનિલને ફાંસીના નિર્ણય બાદ રાજ્યની જનતા અને ખાસ કરીને ગ્રીષ્માનો પરિવાર ખરા અર્થમાં ન્યાય મળ્યો તેવી અનુભૂતિ કરી રહ્યા છે. સરકારી વકીલે કોર્ટના ચુકાદા દરમિયાન કરાયેલા અવલોકન અંગે માહિતી આપતા કહ્યું હતું કે, "નામદાર કોર્ટે આ કેસ બાબતે આખરી હુકમ કરતી વખતે નિર્ભયા કેસ અને કસાબના મામલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે નોંધ્યું હતું કે આ બંને કેસોનાં આરોપીઓની જેમ આ કેસમાં પણ આરોપીને બિલકુલ પસ્તાવો નથી."  
સરકારી વકીલે વધુમાં કહ્યું કે, આ કેસમાં આરોપી ફેનિલે જે રીતે ગ્રીષ્માની હત્યા કરી તે જોતા લાગે જ રહ્યું છે કે તેણે આની પૂર્વ તૈયારીઓ કરી હતી. બનાવ વખતે ભોગ બનનાર તેના કાકા અને તેનો ભાઇ નીસહાયની હાલતમાં હતા, પબ્લિકમાં એક ડરનો માહોલ ઉભો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ ફેનિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભોગ બનરા ગ્રીષ્માના ગળા પર ચપ્પું બે વખત મારી પહેલા તેને પીડા આપવામાં આવી અને ત્રીજી વખત ટ્રેકિયા ઉપર ચપ્પુ ઘુસાડી ટ્રેકિયા ફાડી અને ગળુ કાપી નાખ્યું હતુ. આ પણ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે. આ ઉપરાંત જ્યારે ગ્રીષ્મા જમીન ઉપર પડી ગઇ તેના ગળામાંથી લોહીની ધાર નીકળી રહી હતી તેમ છતા પણ આરોપીને કોઇ જ પસ્તાવો થયો નથી અને ત્યા ઉભો રહી કઇંક ખાઇ રહ્યો હતો તે વાત પણ નામદાર કોર્ટે નોંધી છે. તેટલું જ નહીં નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે, આ હત્યા કર્યા બાદ પણ ફેનિલને તે વાતનો બિલકુલ પણ પસ્તાવો નથી, વળી જ્યારે નામદાર કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી તે દરમિયાન પણ આરોપીને કોઇ જ પસ્તાવો નથી. તે એવું કરતો હતો કે તેણે જાણે કોઇ સારું કામ કર્યું હોય. નામદાર કોર્ટે આરોપીને વર્તણૂક પણ નોંધી છે. સરકારી વકીલે વધુમાં કહ્યું કે, આ એક સારો અને આવકાર દાયક ચુકાદો છે. વળી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં યુવા પેઢી માટે પણ સંદેશો આપ્યો છે કે જે આજની યુવા પેઠી મોબાઈલ પર રચી પચી રહે છે, નેટ પર હિંસક સીરીઝ જુએ છે. આ યુવા પેઠી બરબાદીના માર્ગે ન જાય તે પણ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ લીધી છે. 
સરકાર પક્ષે પોતાની દલીલના સમર્થનમાં રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી ફાંસીની સજા ફરમાવતા ઉચ્ચતમ અદાલતોના  કુલ 20 જજમેન્ટ રજુ કર્યા હતાં. સરકાર પક્ષે આરોપી ફેનિલે પ્રોફેશનલ કિલરની જેમ ગુનાને અંજામ આપવા કરેલી પૂર્વ તૈયારી અને તેની ગુનાઈત માનસ અને ગુનાઈત વર્તણૂંકને પણ ધ્યાનમાં લેવા માગ કરી હતી. વળી આ પહેલા સમગ્ર મામલે સરકારી વકીલ નયનભાઇ સુખડવાલાએ કોર્ટને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે ફેનિલ ગ્રીષ્માના ઘરે પહોંચે છે, જ્યાં તે પ્રથમ તેના કાકા સુભાષભાઇને મળે છે. સુભાષ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે તેના પર છરી વડે હુમલો કરે છે. આ હુમલામાં તેમના પેટના આંતરડા પણ બહાર આવી જાય છે. આ દરમિયાન જ્યારે ગ્રીષ્માનો ભાઈ ધ્રુવ દરમિયાનગીરી કરવા પહોંચે છે ત્યારે આરોપીએ તેના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ પછી તેણે જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપી જાણે બહાદુરી બતાવી હોય તેમ ત્યા જ ઉભો રહી પોતાની હાથની નસો કાપી નાખી હતી. 
Advertisement
Tags :
Advertisement

.