Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડૂતોના બાકી રૂપિયા મુદ્દે મોટા સમાચાર, ખેડૂત અગ્રણી જયેશ પટેલની જમીનમાં બોજો પાડી દેવાયો

ખેડૂતોના બાકી રૂપિયા મુદ્દે લડત આપનાર સહકારી મંડળીને આખરે સફળતા મળી છે. પાલ મંડળી સાથે સંકળાયેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પૈસા ચાવ કરી જનાર ખેડૂત અગ્રણી જયેશ પટેલની જમીનમાં બોજો પાડી દેવાયો છે. જેનાથી ખેડૂતોના બાકી નાણાં આપવામાં મંડળીને સરળતા રહેશે.સુરતના ઓલપાડ તાલુકાના 5449 ખેડૂતોના ડાંગરના બાકી 27.81 કરોડ રૂપિયા મુદ્દે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ àª
ખેડૂતોના બાકી રૂપિયા મુદ્દે મોટા સમાચાર  ખેડૂત અગ્રણી જયેશ પટેલની જમીનમાં બોજો પાડી દેવાયો
ખેડૂતોના બાકી રૂપિયા મુદ્દે લડત આપનાર સહકારી મંડળીને આખરે સફળતા મળી છે. પાલ મંડળી સાથે સંકળાયેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પૈસા ચાવ કરી જનાર ખેડૂત અગ્રણી જયેશ પટેલની જમીનમાં બોજો પાડી દેવાયો છે. જેનાથી ખેડૂતોના બાકી નાણાં આપવામાં મંડળીને સરળતા રહેશે.
સુરતના ઓલપાડ તાલુકાના 5449 ખેડૂતોના ડાંગરના બાકી 27.81 કરોડ રૂપિયા મુદ્દે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલની (પાલ) જાફરાબાદની જમીનમાં 10 કરોડનો બોજો પાડવામાં આવ્યો છે. આ અંગે ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ પાલ દ્વારા ખેડૂતોના 27 કરોડથી વધુ રૂપિયા ચાવ કરી ગયા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પાંચ હાજરથી વધુ ખેડૂતોના ડાંગરના બાકી 27.81 કરોડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ ફરિયાદ નોંધાતા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને પાલ કોટનના પૂર્વ પ્રમુખ જયેશ પાલે આગોતરા માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે આકરી શરતોને આધીન તેમના જામીન મંજૂર કર્યા હતા. બીજી તરફ વેપારી પ્રજ્ઞેશની ધરપકડ થતાં તેમણે જામીન મેળવવા માટે ચોક્કસ સમય મર્યાદામાં હાઈકોર્ટમાં રૂપિયા જમા કરાવવા બાંયધરી આપી હતી. તેમજ જયેશ પટેલ પાલની 10 કરોડના મૂલ્યની જમીન વેચી નહીં શકે તેવી આકરી શરતોને આધીન જયેશ પાલને જામીન આપવામાં આવ્યા હતા.જો કે કોર્ટે મંજૂરી આપતા તાત્કાલિક અસરથી જયેશ પટેલની જાફરાબાદ સ્થિત સરવે નંબર 48/2.60 વાળી જમીનમાં રૂપિયા 10 કરોડનો બોજો પાડી દેવામાં આવ્યો હતો.
દોડ વર્ષ પહેલાં ખેડૂતોના કરોડો રૂપિયા ચાવ થતા ખેડૂતો દ્વારા મંડળીના સભાસદ અને ખેડૂત વિજય પટેલને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ વિજય પટેલ દ્વારા ખેડૂતોને ન્યાય અપવવાની દિશામાં કામગીરી શરૂ કરી હતી. આ અંગે વિજય પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે દોડ વર્ષ પહેલાં ખેડૂતોના બાકી નાણાં પાછા અપાવવા લડત ચાલુ કરી હતી જેમાં સહકારી મંડળીની મદદથી ખેડૂતોના 50 ટકા થી વધુ રકમ આપવામાં સફળતા મળી છે.
જો કે બાકી રૂપિયા માટેનો પણ હાઈકોર્ટ એ નિર્દેશ કર્યો છે. જેથી હાઈકોર્ટ એ નિર્દેશ બાદ જયેશ પટેલની માતાના નામે ચાલી આવતી 13 વીઘાં જમીનમાં 10 કરોડનો બોજો પાડી દેવાયો છે. માતાના નામની આ જમીનમાં બોજો પડી દેવાતા જયેશ પાલની મુશ્કેલી વધી ગઈ છે. હવે હાઈકોર્ટની પરવાનગી વગર જયેશ પાલ આ જમીન કોઈને વેચી શકશે નહીં. સાથે જ વહેલીતકે હવે ખેડૂતો ના બાકી નાણાં પણ ચૂકવાઈ જશે એવી મંડળી ના સભાસદો દ્વારા આશા વ્યક્ત કરાઈ છે.
ખેડૂતો ના રૂપિયા ચાવ કરવામાં ભાગીદાર પ્રજ્ઞેશ સમય મર્યાદામાં રૂપિયા જમા નહીં કરાવી શકતા જેથી તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ખેડૂતોના ડાંગરના બાકી 15 કરોડ માટે પ્રજ્ઞેશે પોતાની જમીન પાલ કોટન મંડળીના નામે ટ્રાન્સફર કરી આપી જ્યારે બાકી 10 કરોડ મુદ્દે હાઈકોર્ટે પૂર્વ પ્રમુખ જયેશ પટેલ (પાલ)ને સાણસામાં લીધા હતા.હવે જોવાનુંએ રહ્યું કે ખેડૂતોના બાકી નાણાં આપવામાં અન્ય કોઈ બહાના આપવામાં આવશે કે પછી ફરીથી ખેડૂતોના પૈસા ચાવ કરનારાઓને જેલ ભેગા કરાશે એ જોઈશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.