Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં રાજ્યપાલના હસ્તે રક્તદાતાઓનું સન્માન કરાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Gujarat Governor Acharya Devvrat) સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના “સમર્પણ રજત જયંતી મહોત્સવ” પ્રસંગે વિશેષ રક્તદાતાઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે રક્તદાન પ્રવૃત્તિ જેવા માનવતાના વિવિધ કાર્યો દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર  અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાના ધનથી માંડી રક્તને પણ બીજાનà
સુરતમાં રાજ્યપાલના હસ્તે રક્તદાતાઓનું સન્માન કરાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Gujarat Governor Acharya Devvrat) સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના “સમર્પણ રજત જયંતી મહોત્સવ” પ્રસંગે વિશેષ રક્તદાતાઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે રક્તદાન પ્રવૃત્તિ જેવા માનવતાના વિવિધ કાર્યો દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર  અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાના ધનથી માંડી રક્તને પણ બીજાના સુખ માટે દાન આપે એ જ સાચી માનવતા છે.
સુરત શહેર ના વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલે રક્તદાનને જીવનનું શ્રેષ્ઠ દાન ગણાવતા જણાવ્યું હતું કે, અન્યના સુખમાં પોતાનાં સુખને જોવું એ ગુજરાતીઓના સંસ્કાર અને સંસ્કૃતિ છે. ધાર્મિકતા, ખાનપાનમાં પવિત્રતા, એકબીજાને સહયોગ કરવાની વૃત્તિ અને પરોપકાર જેવા ગુણના દર્શન ગુજરાતના સમાજ જીવનમાં થાય છે. ગુજરાતીઓ અન્યને પોતાના બનાવી જાણે છે અને પોતે અન્યના બની જતા અચકાતા નથી એટલે જ ગુજરાતીઓ આખા વિશ્વને પોતાનો પરિવાર બનાવી જાણે છે.    
રાજ્યપાલે આ પ્રસંગે રક્તદાતા (Blood Donor) ઓને માનવતાના પ્રહરી અને સમાજની નિધિ ગણાવ્યાં હતાં. તેમણે રક્તદાનની પ્રવૃત્તિ સહિતની સમાજ સેવાની પ્રવૃત્તિને સાચા અર્થમાં પૂજા ગણાવી હતી. રાજ્યપાલે આ પ્રસંગે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા સ્થાપિત અત્યાધુનિક સુવિધા પૂર્ણ બ્લડ બેન્કને માનવતાનું મંદિર ગણાવી હતી અને રક્તદાન પ્રવૃત્તિમાં સમયાંતરે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને ધન્યવાદ પણ પાઠવ્યા હતા. રાજ્યપાલે માનવતાના કાર્યોને જ જીવનનો શ્રેષ્ઠ કર્મ માર્ગ ગણાવી ઈશ્વરે સર્જેલી પ્રકૃતિના સંરક્ષણ માટે સૌને સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો અને રક્તદાતાઓ તેમજ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સેવાભાવી કર્મયોગીઓને બિરદાવ્યા હતા.
રાજયપાલના હસ્તે રકતદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થાઓ, સૌથી વધુ રકતદાન કરનારા દાતાઓ, સેવા ભાવી ડોકટર અને ટ્રસ્ટીઓનું અભિવાદન કર્યું હતું. તેમણે લોકસમર્પણ રકતદાન કેન્દ્રની મુલાકાત લઈને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
            
આ અવસરે ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, અગ્રણી વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણી તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.