Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સીઆર પાટીલે પાકિસ્તાન પર સાધ્યુ નિશાન, કહી આ વાત, જુઓ Video

સુરતના સરસાણા ખાતે ઋત્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ દ્વારા સરસાણા એકજીબિશનની વિજીટ કરવામાં આવી હતી. પ્રદશનના તમામ સ્ટોલ પર રાષ્ટ્ર પ્રેમ જોઇ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ પ્રભાવિત થયા હતા.જ્વેલરી પ્રદર્શનની મુલાકાતજ્વેલરી પ્રદર્શનમાં દરેક સ્ટોલ પર નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મુકાય છે. અનોખી આકર્àª
ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સીઆર પાટીલે પાકિસ્તાન પર સાધ્યુ નિશાન  કહી આ વાત  જુઓ video
સુરતના સરસાણા ખાતે ઋત્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ દ્વારા સરસાણા એકજીબિશનની વિજીટ કરવામાં આવી હતી. પ્રદશનના તમામ સ્ટોલ પર રાષ્ટ્ર પ્રેમ જોઇ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ પ્રભાવિત થયા હતા.
જ્વેલરી પ્રદર્શનની મુલાકાત
જ્વેલરી પ્રદર્શનમાં દરેક સ્ટોલ પર નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મુકાય છે. અનોખી આકર્ષણ પાડે એવી અનોખી કલાકારી જવેલર્સ દ્વારા મૂકી રાષ્ટ્ર પ્રેમ છલકાયો હોવાનું જોવા મળ્યું હતું. પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલે નવા સંસદ ભવન માટે બનેલા મોડલ ટેમ્પલ ઓફ ડેમોક્રેસી સ્ટોલની પણ મુલાકાત લીધી તેને નિહાળ્યું હતું. જ્વેલરી સ્ટોલના જવેલર્સ દ્વારા પ્રદેશ પ્રમુખશ્રીનું સન્માન કરાયું હતું. તેમજ પ્રદેશ પ્રમુખે તમામ સ્ટોલ જવેલર્સ પાસે જઈ પ્રદર્શનનો ચિતાર જાણ્યો હતો.
પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલે જવેલરી પ્રદશનમાં ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની નાની એવી સુંદર આકર્ષણ પાડે એવી રીંગ પણ પહેરીને જોઈ હતી તો નાનો ડાયમંડથી બનેલો ક્રિકેટ બોલ પણ તેમણે નિહાળ્યો હતો તો ડાયમંડથી બનેલી અનોખી વસ્તુઓ પણ જોઈ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જ્વેલર્સની કલાકારીના વખાણ પણ કર્યા હતા.
પાકિસ્તાન પર પ્રહાર
જ્વેલરી પ્રદર્શન નિહાળ્યા બાદ પ્રદેશ પ્રમુખશ્રી પાટીલે પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા હતા,પાટીલે પાકિસ્તાન વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. ભિખારી કરતા પણ નબળી આર્થિક પરિસ્થિતિ ઉપર આવી ગયું છે. પાકિસ્તાનની પોતાના વિદેશોમાં રહેલા બિલ્ડીંગો પણ પાકિસ્તાન વેચી રહ્યું છે.
તેમણે કહ્યું કે, પોતાના દેશના ગધેડાઓને વેચીને પાકિસ્તાન પોતાના દેશનું ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આજ બતાવે છે કે પાકિસ્તાનની પરિસ્થિતિ કેટલી નબળી છે. આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા અને તેને આશરો આપે તેના જ કારણે પાકિસ્તાનની સ્થિતિ નબળી છે. તેના કારણે પાકિસ્તાનના નાગરિકો પણ તેનો ભોગ બની રહ્યા છે અને તેના કારણે પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે. કમનસીબે આપણી એ છે કે પાડોસી દેશ આતંકવાદીઓને પ્રોત્સાહિત કરે છે જેના કારણે લોકોમાં પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટો વિરુદ્ધની ભાવના જોવા મળી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.