Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈથી ચોરી કરવા સુરત આવી મુંબઈ પરત જતો રહેતો, 8 વર્ષથી ઘરફોડ ચોરીનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો

આઠ વર્ષે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના (Police) હાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કેટલીક કબૂલાત કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ PIએ જણાવ્યું હતું કે, આરોપી તેના બે સાગરિતો સાથે ગાડીમાં આવી લોકોના ઘરમાં ચોરી કરી ફરાર થઈ જતો હતો. આરોપી મુંબઈથી (Mumbai) સુરત (Surat) આવી ચોરી કરતા અને ચોરી કરી મુંબઈ પરત ચાલ્યો જતો.મુંબઈથી ચોરી કરવા સુરત આવ્યો અને પોલીસે દબોચી લીધોસુરત શહેરમાં ઘર ફોડ ચોરી ની ઘટના ઓમા સતત વધારો à
મુંબઈથી ચોરી કરવા સુરત આવી મુંબઈ પરત જતો રહેતો  8 વર્ષથી ઘરફોડ ચોરીનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
આઠ વર્ષે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના (Police) હાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કેટલીક કબૂલાત કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ PIએ જણાવ્યું હતું કે, આરોપી તેના બે સાગરિતો સાથે ગાડીમાં આવી લોકોના ઘરમાં ચોરી કરી ફરાર થઈ જતો હતો. આરોપી મુંબઈથી (Mumbai) સુરત (Surat) આવી ચોરી કરતા અને ચોરી કરી મુંબઈ પરત ચાલ્યો જતો.
મુંબઈથી ચોરી કરવા સુરત આવ્યો અને પોલીસે દબોચી લીધો
સુરત શહેરમાં ઘર ફોડ ચોરી ની ઘટના ઓમા સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી પોલીસે ભૂતકાળમાં થયેલી ચોરી ના ફરાર આરોપીઓને પકડી પાડયા છે, પોલીસની પકડથી ભાગતા ફરતા આરોપીની લીસ્ટ તૈયાર કરી તેમને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, સુરતમાં રાંદેર અને ઉધના વિસ્તારમાં 2015માં ચોરીના ગુનામાં વોન્ટેડ એવો આરોપી ચોરી કરવાના ઇરાદે સુરતમાં આવ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આઠ વર્ષથી નાસ્તા આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનેક ચોરીને અંજામ આપ્યો
પકડાયેલ આરોપી રાધનપુર પોલીસ સ્ટેશન અને ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2015માં ચોરીની ઘટના ઓને અંજામ આપ્યો હતો.આરોપીઓ ગાડીમાં આવી મકાનમાં પ્રવેશ કરીને ચોરી કરી ફરાર થઈ જતાં હતા, રાંદેર પોલીસ સ્ટેશનમાં 18 મે 2015 ના રોજ ત્રણ જેટલા વ્યક્તિઓ વિરૂદ્ધ ઘરફોડ ચોરી નો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ આઠ ઓગસ્ટ 2015 ના રોજ ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી ને અંજામ આપ્યો હતો જો કે આ ગુનામાં પોલીસે આઝાદ સિંગ અને બળદેવસિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય આરોપી સિંગર રૂપસિંહ ઉર્ફે સીધું રાજુસિંહ ટાંક જે તે સમયે પોલીસ પકડમાં ન આવી ફરાર થઈ ગયો હતો. 
ભેસ્તાન વિસ્તારમાં ડુક્કર પકડવા માટે રહેતો
જોકે આરોપી છેલ્લા કેટલાક દિવસ પહેલા મહારાષ્ટ્રના થાણી જિલ્લામાંથી સુરત શહેર ખાતે આવી ચોરી કરી પરત જતો હતો અને ચોરી કરવાના ઇરાદે છેલ્લા કેટલાક દિવસથી આવી સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડુક્કર પકડવા માટે રહેતો હોવાની વિગત મળતા પોલીસે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે પકડાયેલા આરોપી છેલ્લા આઠ વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો આ દરમિયાન કેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.