Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP ઉમેદવારની કારમાંથી રોકડા 20 લાખની ચીલઝડપ પ્રકરણમાં IT એ કર્યો મોટો ઘટસ્ફોટ

આપ પાર્ટીના ઉમેદવારની કારમાંથી રોકડા ૨૦ લાખ ચીલઝડપ મામલામાં IT વિભાગે પણ તપાસ હાથ ધરી છે. ઇન્કમટેક્સની તપાસમાં છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં હવાલાથી ૨૦ કરોડ મોકલ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવતા આમ આદમી પાર્ટી (AAP) પણ ગભરાઇ ગઇ છે.સુરત સહિત અલગ-અલગ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ૫૦થી ૬૦ લાખ મોકલવામાં આવ્યા હોવાનું પણ ઈન્કમટેકસ વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગત 12મી ઓક્ટોબરે બાàª
aap ઉમેદવારની કારમાંથી રોકડા 20 લાખની ચીલઝડપ પ્રકરણમાં it એ કર્યો મોટો ઘટસ્ફોટ
આપ પાર્ટીના ઉમેદવારની કારમાંથી રોકડા ૨૦ લાખ ચીલઝડપ મામલામાં IT વિભાગે પણ તપાસ હાથ ધરી છે. ઇન્કમટેક્સની તપાસમાં છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં હવાલાથી ૨૦ કરોડ મોકલ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવતા આમ આદમી પાર્ટી (AAP) પણ ગભરાઇ ગઇ છે.
સુરત સહિત અલગ-અલગ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ૫૦થી ૬૦ લાખ મોકલવામાં આવ્યા હોવાનું પણ ઈન્કમટેકસ વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગત 12મી ઓક્ટોબરે બારડોલી ખાતે પાર્ક કરેલી એક કારમાંથી લાખોની લૂંટ થઈ હતી. બાઇક ઉપર આવેલા બે ઈસમોએ રોકડા ૨૦ લાખની ચીલઝડપ કરી હતી. જોકે, લૂંટની ઘટના નજીક ઉભેલા જાગૃત યુવાનની સતર્કતાને કારણે ચોરો અધવચ્ચે જ બેગ ફેંકી ફરાર થઇ ગયા હતા. જેમને બાદમાં LCBએ ઝડપી લીધા હતા. બીજી તરફ આ રોકડા રૂપિયા AAP પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું પોલીસ તપાસમાં ખુલતા ઉમેદવાર પાસે કોઈ સ્પષ્ટ જવાબ ન હતો. શંકા જતા ITએ તપાસ તેજ કરી છે.
આ નાણાં આંગડિયા પેઢી મારફતે આવ્યા હોવાનું પણ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. છેલ્લા એક મહિનામાં – દિલ્હીથી ૨૦ કરોડ ગુજરાતના વિવિધ – વિસ્તારોમાં જેવા કે વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીધામ, દાહોદ, વડોદરા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં આપ્યા હોવાનું ખુલતા હવે સેન્ટ્રલ એજન્સીને તપાસ સોંપવાની શક્યતા સેવાઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.