Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતાની સગી આઠ માસની બાળકીની હત્યા કરનારા પિતાને આજીવન કેદ

શહેરના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં પોતાની સગી આઠ માસની બાળકીનું મુક્કા મારીને જમીન ઉપર પછાડી દઈ ક્રમકમાટીભર્યું મોત નિપજાવવાના કેસમાં કોર્ટે નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી ઉદ્દેશ હસન શેખ ને કલમ 302 મુજબ કેદ ઉપરાંત પચીસ હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી.ઊંઘ બગડતાં માસૂમની હત્યાકમભાગી આ બનાવ તા. 11-05-2020ના રોજ બન્યો હતો. જ્યારે સ
પોતાની સગી આઠ માસની બાળકીની હત્યા કરનારા પિતાને આજીવન કેદ
શહેરના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં પોતાની સગી આઠ માસની બાળકીનું મુક્કા મારીને જમીન ઉપર પછાડી દઈ ક્રમકમાટીભર્યું મોત નિપજાવવાના કેસમાં કોર્ટે નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી ઉદ્દેશ હસન શેખ ને કલમ 302 મુજબ કેદ ઉપરાંત પચીસ હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી.
ઊંઘ બગડતાં માસૂમની હત્યા
કમભાગી આ બનાવ તા. 11-05-2020ના રોજ બન્યો હતો. જ્યારે સવારે નવ વાગ્યાના સુમારે ઉવેશ પોતાના ધરમાં સૂતો હતો ત્યારે આઠ માસની તેની સગી દીકરી આયન ઉર્ફે આયત ઊંઘમાંથી ઊઠીને એકાએક રડવા લાગતાં જાગી ગયેલા ઉવેશે ઊંઘ બગડતી હોવાનું બુમરાણ મચાવી આઠ માસની બાળકીને ઊંચકીને તેના છાતી અને શરીરના ભાગો ઉપર ઢીકમુક્કીના માર માર્યા હતા અને આટલું ઓછું હોય તેણીને જમીન ઉપર પટકીને ફેંકી દીધી હતી.સગા પિતાના માર બાદ બેભાન થયેલી બાળાને તુરંત હોસ્પિટલ લઈ જવાય એ પહેલાં જ તેના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા.
માતા જુબાનીમાં ફરી જવા છતાં કેસ પુરવાર થયો
આ કેસમાં બાળાની માતા અમરીન શેખ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી, પરંતુ કોર્ટની કાર્યવાહી શરૂ થયા બાદ માતા પોતાની જુબાનીમાંથી ફરી ગઈ હતી, આમ છતાં કોર્ટે તબીબી પુરાવાઓને આધારે નિર્દય પિતાને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટમાં જુબાની દરમિયાન માતાએ બાળકી રડવા લાગતા તેના પિતા ઉદ્દેશ તેણીને શાંત કરવા માટે રમાડી રહ્યો હતો ત્યારે અકસ્માતે હાથમાંથી છટકીની જમીન ઉપર પટકાઈ હોવાનું ફરિયાદથી ઊલટું નિવેદન આપ્યું હતું.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું
આઠ માસની બાળકીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા તારણ નોંધાયા હતા. જેમાં બાળકીની ડાબી આંખ ઉપરાંત બંને ગાલ ઉપર ચકામા પડી ગયા હોવાનું જણાવાયું હતું. સાથે જ નીચે પટકાતા માથામાં બ્રેઈન હેમરેજ થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો. સગા પિતાના માર મારને કારણે બાળાના ડાબા ગાલ અને આખની પાસે રીતસર કાળા ચકામા પડી ગયા હતા, તેમજ દેખિતી રીતે ઈજાના નિશાન સ્પષ્ટ રીતે હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં માથાના અંદના ભાગે ફ્રેકચર તેમજ લોહીનો ગટ્ટે જામી જવાને કારણે ઈજા અને આઘાતથી મોત થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આમ માતા પોતાની ફરિયાદના નિવેદનથી ફરી ગઈ હોવા છતાં પી.એમ, રિપોર્ટ કેસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.