ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતની શાળાઓમાં કોરોના સામે લડવાની તૈયારીઓ શરુ કરાઇ

કોરોના મહામારીનું પુનરાવર્તન ટાળવા સ્કૂલોમાં તૈયારીબાળકોને સુરક્ષિત રાખવા શાળાના વર્ગ ખંડમાં ફરી વધારોબાળકોનું શિક્ષણ નહિ બગડે તે માટે શાળાઓ સેનેટાઇઝ કરવાનું શરૂ બાળકોને શાળામાં માસ્ક પહેરીને આવવા સૂચના  એક બેન્ચ પર ત્રણની જગ્યા એ બે બાળકો બેસાડવાનું શરુકોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવવા વાલીઓને અપીલવિશ્વમાં વધી રહેલા કોરોના (Corona)ના કેસને જોતાં ભારતમાં પણ તકેદારી વધારàª
04:53 AM Dec 24, 2022 IST | Vipul Pandya
  • કોરોના મહામારીનું પુનરાવર્તન ટાળવા સ્કૂલોમાં તૈયારી
  • બાળકોને સુરક્ષિત રાખવા શાળાના વર્ગ ખંડમાં ફરી વધારો
  • બાળકોનું શિક્ષણ નહિ બગડે તે માટે શાળાઓ સેનેટાઇઝ કરવાનું શરૂ 
  • બાળકોને શાળામાં માસ્ક પહેરીને આવવા સૂચના  
  • એક બેન્ચ પર ત્રણની જગ્યા એ બે બાળકો બેસાડવાનું શરુ
  • કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવવા વાલીઓને અપીલ
વિશ્વમાં વધી રહેલા કોરોના (Corona)ના કેસને જોતાં ભારતમાં પણ તકેદારી વધારવામાં આવી છે. તંત્રે ફરી સ્થિતિ ના વણસે તે માટે  સુરત (Surat) શહેરમા હોસ્પિટલોમાં  તૈયારી કરાઈ છે. તો બીજી બાજુ લોકોએ બૂસ્ટર ડોઝ લેવા માટે પણ દોડ શરૂ કરી છે. શિક્ષણ જગત પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.સુરતની કેટલીક શાળાઓમાં કોરોનાના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા સૂચના અપાઇ છે.
કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપિલ
સુરતની પાલનપુર જકાતનાકા ખાતે આવેલી એક શાળા ખાતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે વાલીઓને અપીલ કરાઇ છે, જ્યારે ફરી એક વાર બાળકો ને પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે.આ સાથે વર્ગ ખંડમાં વધારો કરાયો છે. બાળકોને એક બેન્ચ પર એક અથવા અન્ય એક બેન્ચ પર બે બાળક એમ વ્યવસ્થા ગોઠવાઈ છે.આ અંગે પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ સ્કૂલ ના ટ્રસ્ટી મહેશ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની દહેશત જોતા ત્રણ દિવસ પહેલા જ શાળામાં નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં બાળકો એ ફરજિયાત માસ્ક પહેરવું, હાથ સેનેટાઇઝ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સમૂહમાં નાસ્તો ના કરવા સૂચના અપાઇ છે. શાળા ના આચાર્ય એ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું હતું કે વહેલી સવારે શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓને ગેટ પર જ સેનેટાઇઝ કરવામાં આવે છે. કોરોનાની દહેશત જોતા માસ્ક પહેરવા સૂચના અપાઇ છે. જ્યારે ઘરેથી પાણીની બોટલ લાવવા અને કોઈની સાથે શેર ના કરવા સમજણ આપી છે.

શાળામાં નિયમોનું પાલન 
સુરત અગાઉ કોરોનાની પહેલી અને બીજી ભીષણ લહેરનો સામનો કરી ચૂક્યું છે ત્યારે નાના બાળકો માં ફરી સંક્રમણ ના ફેલાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓમાં કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન થતું જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં બાળકો કોરોના સ્પ્રેડર બન્યા હતા, જેથી આ વખતે બાળકોમાં કોરોનાના લક્ષણ દેખાય અથવા શરદી ખાંસી હોય તો સ્કૂલે નહિ આવવા ફરી અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો--કોરોના સામે લડવા બાળ યોદ્ધા સજ્જ, કોવિડના નિયમોનું પાલન શરુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BF.7VariantCoronaCoronaUpdateCovid19Covid19UpdateIndiaSchool
Next Article