પાટણના અહેમદ ચાચા 22 વર્ષથી પોતાના ઘર પર તિરંગો લહેરાવે છે
આજે દેશવાસીઓ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે પણ પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદ ચાચા નાંદોલિયા સતત 22 વર્ષથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટધ્વજ લહેરાવી સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદચાચા આજે 90 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘર પરિસરમાં આન બાન અને શાનથી àª
06:37 AM Aug 15, 2022 IST
|
Vipul Pandya
આજે દેશવાસીઓ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે પણ પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદ ચાચા નાંદોલિયા સતત 22 વર્ષથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટધ્વજ લહેરાવી સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.
સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદચાચા આજે 90 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘર પરિસરમાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવી જોમ સાથે સલામી આપે છે.
15મી ઓગષ્ટ ભારતના ઇતિહાસમાં આ તારીખ અમર થઈ ગઈ છે. જ્યાં સુધી આ સૃષ્ટિ પર જીવન હશે ત્યાં સુધી દર 15 મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીએ દરેક ભારતીય જોમ અને જુસ્સા સાથે તિરંગાને સલામી આપશે. વર્ષમાં બે વાર અપ્રિતમ દેશભક્તિ દર્શાવવી સહજ છે પણ શું 365 દિવસ એટલે કે આખું વર્ષ દેશભક્તિના જોમ જુસ્સા સાથે તિરંગો ફરકાવી સલામી આપવી સહજ છે ?
દેશમાં કદાચ ખુબ જ ઓછા લોકો એવા હશે જે આ રીતે દેશાભિમાન દર્શાવતા હશે. આજે આપણે સૌ એ આપણા તિરંગા રાષ્ટ્રધ્વજ ને સલામી આપી છે, પરંતુ પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના એક મુસ્લિમ બિરાદર અહેમદ નાન્દોલીયા વર્ષ 2000 થી લઈને આજ દિન સુધી એટલે કે છેલ્લા 22 વર્ષથી પોતાના મકાન પર નિયમિત રીતે રોજે રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપે છે.
રાષ્ટ્રપ્રેમી અહેમદચાચાને વિચાર આવ્યો કે જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના મકાન પર આપણો તિરંગો કેમ ન લહેરાવી શકે. અને તે માટે તેમણે આપણી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા નક્કી કર્યું.પણ તેવામાં જ એક વ્યક્તિની અપીલને માન્ય રાખી સુપ્રિમ કોર્ટે ખાનગી મકાન પર નિયમોનું પાલન કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી આપી હતી જેને લઇ સર્વોચ્ચ અદાલત પરવાનગી અને નીતિ નિયમો સાથે અહેમદ ચાચા નિત્ય ક્રમ મુજબ ધ્વજ ફરકાવી સલામી આપે છે જે તેમનો દેશ પ્રેમ છે
કાયણ ગામે રહેતા 90 વર્ષના અહેમદચાચા નાનદોલીયા તેમની જિંદગીનો છેલ્લો પડાવ વિતાવી રહ્યા છે.1932માં જન્મેલા અને અંગ્રેજો સાથેની લડાઈમાં જુલુસમાં અને રેલીઓમાં નાનપણથી જોડાઈને દેશભક્તિનો પરિચય કરાવ્યો હતો. દેશની આઝાદી પછી શેરીઓમાં ત્રિરંગો લઈને ઉત્સાહ સાથે ફર્યા હતા.
અહેમદચાચાના મતે તેમમાં નાનપણથી જ દેશ પ્રેમ હતો તેથી જયારે આઝાદી બાદ સૈન્યમાં જરૂર પડી ત્યારે ત્રણેક વર્ષ માટે તેઓ ભારતીય ફોજમાં જોડાયેલા હતા. અને તેમાંથી તેમને પ્રેરણા લઈ 2000ના વર્ષથી પોતાના ઘરની બહાર નિયમિત એટલેકે 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપે છે.
કાયણ ગામે મકાનની બહાર છેલ્લા 22 વર્ષ થી સતત રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપનાર અહેમદ નાન્દોલીયાની દેશ ભક્તિ આજે પણ યથાવત રહેવા પામી છે. પોતે વયોવૃદ્ધ હોવા છતાં પણ વહેલી સવારે નિત્ય ક્રમ મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને જ અન્ય કામને મહત્વ આપે છે તો આ પ્રકારનો દેશ પ્રેમ દરેક ભારતીય નાગરિકમાં હોવો જોઈએ તે પણ જરૂરી છે.
Next Article