Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SSIP સેલ દ્વારા વિધાર્થીઓને પગભર કરવા સરકારની મદદ રંગ લાવી, વિધાર્થીનીનું અનોખું સાહસ

રાજ્ય સરકાર યુવાઓને પગભર બનાવવા કટ્ટીબધ્ધ છે ત્યારે જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ચાલતા SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન) પોલીસી અંતર્ગત વિદ્યાર્થીની તૃપ્તિ કોરાટે કેસુડાનો સાબુ બનાવ્યો છે. જેમાં સરકાર દ્વારા તેને 35 હજારની મદદ મળતા તેણે રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી સાબુ બનાવવાનું શરૂ કરી દીધું છે.  આ સાબુનું જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનર ના
ssip સેલ દ્વારા વિધાર્થીઓને પગભર કરવા સરકારની મદદ રંગ લાવી  વિધાર્થીનીનું અનોખું સાહસ

રાજ્ય સરકાર યુવાઓને પગભર બનાવવા કટ્ટીબધ્ધ છે ત્યારે જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ચાલતા SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન) પોલીસી અંતર્ગત વિદ્યાર્થીની તૃપ્તિ કોરાટે કેસુડાનો સાબુ બનાવ્યો છે. જેમાં સરકાર દ્વારા તેને 35 હજારની મદદ મળતા તેણે રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી સાબુ બનાવવાનું શરૂ કરી દીધું છે.  આ સાબુનું જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનર નારાયણ માધુ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી સહિતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “કેસુડા એ હર્બલ” સોપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Advertisement

કેસુડાનો સાબુ બનાવનાર વિદ્યાર્થીની તૃપ્તિ જયંતિભાઇ કોરાટે જણાવ્યું હતું કે, બહાઉદ્દીન કોલેજમાં ગત વર્ષે અભ્યાસ કરતી હતી ત્યારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી હેઠળ ચાલતા પ્રોજેક્ટ અંગે પ્રોફેસર ધર્મેશ પી.વાવૈયા સહિતના પ્રોફેસરો દ્વારા માર્ગદર્શન સાથે સાબુ બનાવવાની પ્રેરણા આપી હતી. તેમના માર્ગદર્શન મુજબ SSIP પ્રોજેક્ટ હેઠળ કેસુડાના સાબુ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં સરકાર દ્વારા 35 હજારની સહાય મળતા મે સુરતની એક કંપની પાસેથી સાબુનું રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી કેસુડાનો સાબુ બનાવવાનું શરૂ કર્યું છે.

Advertisement

આ સાબુના રો-મટીરીયલમાં કેસુડાના ફુલ, નારિયેલ તેલ, વીટામીન-ઇ અને સુગંધીત ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કોઇપણ પ્રકારના કેમીકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સાબુ બનાવવા માટે રો-મટીરીયલ મશીન, પેકીંગ મશીન, શીલ મશીન, વજન કાંટા સહિતની ખરીદી કર્યા બાદ આ સાબુ તૈયાર થતા 30 રૂપીયાનો ખર્ચ થાય છે અને બજારમાં 35 રૂપીયામાં વેચાઈ છે. સરકારની 35 હજારની સહાય અને પોતાનો 50 હજારનો ખર્ચ કરી કેસુડાના સાબુનો પ્રોજેક્ટ તૈયાર થયો જેનું બહાઉદ્દીન કોલેજ ખાતે મહાનુભાવોના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. હવે સાબુનું રજિસ્ટ્રેશન અને ટેગ માર્ક લગાવવાનો બાકી છે. ત્યારબાદ તૃપ્તિ કોરાટ કોઇ કંપની સાથે માર્કેટીંગ કરી તેને બજારમાં અથવા પોતાના ઘરે જ વેચાણ કરશે.

Advertisement

કેસુડાથી બનેલા અને કોઇપણ પ્રકારના કેમીકલ વગરના કેસુડાના સાબુથી ઉનાળાના તડકામાં ઠંડક મળે છે અને ચામડીના થતા રોગમાંથી પણ મુક્તી મળે છે. સરકારની SSIP યોજના હેઠળ માર્ગદર્શન મેળવી જૂનાગઢના મેવાસા બાવાના ગામની તૃપ્તિ કોરાટે આજે પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. જ્યારે તેમના પિતા ખેતમજુરી કરે છે. ત્યારે હવે દિકરી પગભર બની પરીવારને મદદરૂપ બનશે અને તૃપ્તિ અન્ય મહિલાઓ અને યુવતીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. 

Tags :
Advertisement

.