Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ગરમાગરમ ચા પીવી છે ? તો જાવ 'ચાય પીલા' ઉપર

તમે સુરતની મુલાકાતે ગયા છો અથવા સુરતમાં જ રહો છો અને થાકથી કંટાળી ગરમાગરમ હાઇજેનિક ચા પીવાની ઇચ્છા ધરાવો છો તો તમારે ચાની લારી અથવા કિટલી શોધવાની જરુર નથી. તમે માત્ર તમારા મોબાઇલમાં 'ચાય પીલા' એપ ડાઉનલોડ કરો અને ચાનો ઓર્ડર આપો. 5 મિનિટમાં તમને સ્પેશયલ હાઇજેનિક ચા મળી જશે. સુરતના યુવા ઉદ્યોગ સાહસિકે ઓનલાઇન 'ચાય પીલા' એપ્લીકેશન શરુ કરી છે. માત્ર ચા માટે જ બનાવાઇ હોય તેવી આ ભારતની પહેલી
સુરતમાં ગરમાગરમ ચા પીવી છે   તો જાવ  ચાય પીલા  ઉપર
તમે સુરતની મુલાકાતે ગયા છો અથવા સુરતમાં જ રહો છો અને થાકથી કંટાળી ગરમાગરમ હાઇજેનિક ચા પીવાની ઇચ્છા ધરાવો છો તો તમારે ચાની લારી અથવા કિટલી શોધવાની જરુર નથી. તમે માત્ર તમારા મોબાઇલમાં 'ચાય પીલા' એપ ડાઉનલોડ કરો અને ચાનો ઓર્ડર આપો. 5 મિનિટમાં તમને સ્પેશયલ હાઇજેનિક ચા મળી જશે. સુરતના યુવા ઉદ્યોગ સાહસિકે ઓનલાઇન 'ચાય પીલા' એપ્લીકેશન શરુ કરી છે. માત્ર ચા માટે જ બનાવાઇ હોય તેવી આ ભારતની પહેલી એપ્લીકેશન છે. 
હાઇજેનિક ચા આપવાનો પ્રયાસ 
મૂળ જામનગરના પણ મુંબઇમાં ઉછેર પામી ત્યાં જ સ્થાયી થયેલા આઝાદ કિશન પટેલ નામના યુવકે ચા પીલા નામની એપ્લીકેશન શરુ કરી છે. ઉદ્યોગ સાહસિક તરીકે આઠથી દસ પ્રોજેકટમાં કામ કરી રહેલા આઝાદ કિશન પટેલે ઘણા સ્ટાર્ટઅપ શરુ કર્યા છે. 14 વર્ષની ઉંમરે તેમણે અનાથાશ્રમ શરુ કર્યો હતો અને તેેમને મહારાષ્ટ્ર સરકારનો  એવોર્ડ પણ મળ્યો છે. એમબીએ કરનારા આઝાદ પટેલને લોકડાઉન બાદ ચા માટે ઓનલાઇન મોબાઇલ એપ્લીકેશન બનાવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાના વિચારને અમલમાં મૂકીને લોકોને હાઇજેનિક ચા કઇ રીતે મળે તે વિશે વિચારવું શરુ કર્યું અને જન્મ થયો ચા પીલા ઓનલાઇન એપ્લીકેશનનો 
મોબાઇલ એપ્લીકેશન બનાવી 
તમામ મોબાઇલમાં રહેલી અન્ય એપ્લીકેશનની જેમ જ આ એપ્લીકેશન કામ કરે છે. તમારે તમારા મોબાઇલમાં ચા પીલા એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાર બાદ તમારે ચાનો ઓર્ડર આપવાનો છે. 5 મિનિટમાં તમને ગરમાગરમ સ્વાદિષ્ટ ચા મળી જશે. તમે ગમે ત્યાં બેઠા છો અને સુરતના ગમે તે વિસ્તારમાં છો પણ તમને સારી ગરમાગરમ ચા મળી જશે. તમારે તેના માટે ચાની લારી અથવા કિટલી પર જવાની જરુર નથી. 
10 રુપિયામાં 5 મિનિટમાં ચા 
આ એપ્લીકેશન દ્વારા તમને માત્ર 10 રુપિયામાં જ ચા મળી રહે છે અને તે પણ હાઇજેનિક. આઝાદ પટેલે આ માટે સુરતની 11 રેસ્ટોરન્ટ સાથે હાલ ટાઇઅપ કર્યું છે. સામાન્ય રીતે તમે ચાની લારી પર  જઇને ઓર્ડર આપો કે દૂર બેસીને ચા મંગાવો ત્યારે ચાની લારી પર સ્વચ્છતા છે કે કેમ  અથવા તેણે ચાની પત્તી કઇ વાપરી છે તથા ચા આપવા આવનાર વ્યક્તિ સ્વચ્છ છે કે કેમ તેની જાણકારી  હોતી નથી. ચા પીલા એપ્લીકેશન દ્વારા તમે ચા મંગાવો ત્યારે તમને ખાત્રી હોય  છે કે ચા કઇ વપરાઇ છે અને સ્વચ્છતા કયા પ્રકારની રખાઇ છે અને તેથી તમે સારી કહી શકાય તેવી ચા મેળવી શકો છો. 



અસંગઠિત ક્ષેત્રને સંગઠિત બનાવાનો પ્રયાસ
આઝાદ પટેલ કહે છે કે ચાની કિટલી કે લારી અસંગઠિત ક્ષેત્ર છે અને આ એપ્લીકેશન દ્વારા તેમણે આ ક્ષેત્રને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત સારી ક્વોલિટીનું દૂધ મળે તે માટે પણ તેમણે પ્રયાસ શરુ કર્યા છે અને સુરતની આસપાસના તબેલા ધરાવતા પશુપાલકોને તેઓ લોન આપશે. 
ઓટોમેટિક થર્મોસ બનાવ્યો 
સામાન્ય રીતે ચાની લારી પરથી છોકરો ચા લઇને આપવા નીકળે ત્યારે તેના માલિકને જાણ હોતી નથી કે કેટલી ચા ભરીને છોકરો નીકળ્યો છે અને કેટલી ચા વેચાઇ છે પણ આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે ઓટોમેટિક થર્મોસ બનાવ્યો છે. 6 માસના રીસર્ચ બાદ તેમણે આ થર્મોસ બનાવ્યો છે. ચા આપનાર વ્યક્તિ રેસ્ટોરન્ટની બહાર નીકળે એટલે થર્મોસ ઓટોમેટિક બંધ થઇ જાય છે અને કેટલી ચા વપરાઇ તેનો સંપૂર્ણ હિસાબ હોટેલના મેનેજર પાસે પહોંચી જાય છે. ગ્રાહકને સારી ચા પીવાનો સંતોષ મળે છે તો સાથે સાથે રેસ્ટોરન્ટના માલિકને પણ તેનું વળતર મળે છે. કેન્દ્રીય  મંત્રી પરસોત્તમ રુપાલાના હસ્તે તાજેતરમાં આ એપ્લીકેશનનો પ્રારંભ કરાયો હતો. 
Advertisement
Tags :
Advertisement

.