Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવા Yashasvi Jaiswal ના નામે નોંધાયો વધુ એક કીર્તિમાન, કરી Virat Kohli ની બરાબરી

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે ભારતને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે આ લક્ષ્યાંક માત્ર 6.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત માટે...
યુવા yashasvi jaiswal ના નામે નોંધાયો વધુ એક કીર્તિમાન  કરી virat kohli ની બરાબરી
Advertisement

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે ભારતને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે આ લક્ષ્યાંક માત્ર 6.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત માટે સૂર્યકુમાર યાદવે 26 રન અને યશસ્વીએ 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં Yashasvi Jaiswal એ શાનદાર દેખાવની સાથે સાથે તેમણે નવો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો છે. યશસ્વી જયસ્વાલ 2024માં 1000 રનનો આંકડો સ્પર્શનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની ગયો છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં આ પ્રતિભાશાળી ખેલાડીએ આ વર્ષે રમાયેલી 13 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1000થી વધુ રન બનાવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Yashasvi Jaiswal એ કરી વિરાટ કોહલીની બરાબરી

Advertisement

ભારતના સ્ટાર ઓપનર બની ચૂકેલા Yashasvi Jaiswal દિવસે દિવસે નવા રેકોર્ડ બનાવતા જાય છે. આ દરમિયાન શ્રીલંકા સામે તેમણે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનાર યુવા બેટ્સમેનોની યાદીમાં સામેલ થયો. તેણે આ યાદીમાં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકની બરાબરી કરી છે. વિરાટ અને દિનેશ કાર્તિકની વાત કરીએ તો તેમણે 22 વર્ષની ઉંમરમાં 1 હજાર રનનો આંકડો પાર કર્યો હતો. આ યાદીમાં સૌથી ટોચ ઉપર સચિન તેંડુલકરનું નામ છે. સચિનએ આ કીર્તિમાન ફક્ત 19 વર્ષની ઉંમરમાં હાંસલ કર્યો હતો.

Advertisement

Ravi Bishnoi ને મળ્યો Man Of The Match

ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે ભારતને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે આ લક્ષ્યાંક માત્ર 6.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આમ ગૌતમ ગંભીરના કોચ તરીકેના કાર્યકાળના પ્રથમ બંને મેચમાં ભારતની ટીમને શાનદાર જીત મળી છે. આ મેચમાં Ravi Bishnoi ને તેમના શાનદાર દેખાવ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની ચાર ઓવરમાં ફક્ત 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : Paris Olympics 2024 : ભારતના આ દિગ્ગજ ખેલાડીની મેચ અમાન્ય કરાઇ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

IND vs ENG T20 સિરીઝ: ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, અક્ષર પટેલને મળી મોટી જવાબદારી

featured-img
રાષ્ટ્રીય

Yuzvendra Chahal એ કરી જીવનની નવી શરૂઆત, ઇન્સ્ટાગ્રામ પર આપી ખુશખબરી

featured-img
રાષ્ટ્રીય

ફ્લોપ રહ્યા બાદ ફરી ભગવાનની શરણે પહોંચ્યો Virat Kohli, Anushka પણ રહી હાજર

featured-img
સ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ દિગ્ગજ ખેલાડીએ રિટાયરમેન્ટની જાહેરાત

featured-img
સ્પોર્ટ્સ

હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?

featured-img
સ્પોર્ટ્સ

Yuzvendra Chahal આ બધુ સાચુ પણ પડે, ચહલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખળભળાટ

×

Live Tv

Trending News

.

×