Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WT20 World Cup 2024 : ટોપ 5 બેટર્સ, યાદીમાં એક ભારતીય

WT20 World Cup 2024 : મહિલા T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કેટલીક બેટરે ઉત્તમ પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ બેટરમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ભારતની ખેલાડીઓનો સમાવેશ થાય છે. લૌરા વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સ...
wt20 world cup 2024   ટોપ 5 બેટર્સ  યાદીમાં એક ભારતીય

WT20 World Cup 2024 : મહિલા T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કેટલીક બેટરે ઉત્તમ પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ બેટરમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ભારતની ખેલાડીઓનો સમાવેશ થાય છે.

Advertisement

WT20 World cup 2024 batter

લૌરા વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સ

દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ બેટર લૌરા વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં ટોપ-2 પર રહ્યાં છે. લૌરા વોલ્વાર્ડે ટૂર્નામેન્ટમાં કુલ 223 રન બનાવ્યા, જ્યારે તાજમીન બ્રિટ્સે 187 રન બનાવી ટૂર્નામેન્ટમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું. આ બે બેટરે ટીમને મજબૂત શરૂઆત આપી, છતાં દક્ષિણ આફ્રિકા ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યું.

Advertisement

ડેનિયલ વ્યાટ-હોજ

ઈંગ્લેન્ડની બેટર ડેનિયલ વ્યાટ-હોજ 151 રન સાથે ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહી હતી. તેનો નિરંતર પ્રદર્શન અને મહેનતે તેને ટૂર્નામેન્ટના ટોપ બેટરમાં સ્થાન અપાવ્યું હતું. ઈંગ્લેન્ડ ટીમની સફળતા માટે તેના રનોનું યોગદાન મહત્વનું રહ્યું હતું.

Advertisement

જ્યોર્જિયા પ્લિમર અને હરમનપ્રીત કૌર

ન્યુઝીલેન્ડની ચેમ્પિયન ટીમમાંથી જ્યોર્જિયા પ્લિમરે ટૂર્નામેન્ટમાં 150 રન બનાવ્યા અને ટોપ-5 રન બનાવનાર બેટરમાં સ્થાન મેળવ્યું. તે આ ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડની શ્રેષ્ઠ બેટ્સમેન રહી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌર આ યાદીમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય બેટર બની હતી, જેણે ટૂર્નામેન્ટમાં 150 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો:  T20 World Cup Final:NZ women's ટીમ પહેલીવાર બની world champion

Tags :
Advertisement

.