ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આતુરતાનો આવ્યો અંત, વિનેશ ફોગાટને મળશે સુવર્ણ પદક!

Vinesh Phogat ને સુવર્ણ પદક આપવામાં આવશે Vinesh Phogat એ 4 વખતની વિશ્વ ચેમ્પિયને હરાવી આ વખતે ભારતના ખોળામાં કુલ 6 મેડલ આવ્યા Wrestler Vinesh Phogat: હાલમાં, Vinesh Phogat ના મામલાએ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેની વચ્ચે ભારતમાં...
11:12 PM Aug 11, 2024 IST | Aviraj Bagda
"Vinesh Phogat should be given reward of gold medallist": Bhupinder Singh Hooda

Wrestler Vinesh Phogat: હાલમાં, Vinesh Phogat ના મામલાએ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેની વચ્ચે ભારતમાં Vinesh Phogat ને લઈ એક ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જ્યારે ભારતના હરિયાણામાં જ્યારે Vinesh Phogat પરત ફરશે, ત્યારે તેના માટે ભવ્યા સ્વાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવશે. જોકે Vinesh Phogat ને લઈ CAS માં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં નક્કી કરવામાં આવશે કે... Vinesh Phogat ને સિલ્વર મેડલ આપવામાં આવશે કે નહીં.

Vinesh Phogat ને સુવર્ણ પદક આપવામાં આવશે

તો આ બધી અટકળો વચ્ચે Vinesh Phogat માટે હરિયાણા સર્વ ખાપે ખાસ નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત Vinesh Phogat ને હરિયાણા પરત ફરશે, ત્યારે વિનેશને સુવર્ણ પદક આપવામાં આવશે. જોકે Vinesh Phogat ને ગોલ્ડ મેડલ આપવા અંગે એક મહાપંચાયતનું આયોજન કરાયું હતું. ત્યારે આ પંચાયત દ્વારા Vinesh Phogat ની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત સર્વ આપ દ્વારા Vinesh Phogat માટે એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: PARIS OLYMPICS 2024 નું સમાપન, જાણો કયા દેશના નામે છે સૌથી વધુ મેડલ

Vinesh Phogat એ 4 વખતની વિશ્વ ચેમ્પિયને હરાવી

જોકે આપણે જાણીએ છીએ કે, Paris Olympics 2024 માં મહિલા કુસ્તીબાજીમાં 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે તેને ફાઈનલ મેચમાંથી બહાર કરવામાં આવી હતી. જોકે તેની પહેલા Vinesh Phogat એ 4 વખત વિશ્વ ચેમ્પિયન અને ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી મહિલા કુસ્તીબાજને હરાવી હતી. ત્યારે Vinesh Phogat એ ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ફાઈનલની એક રાત પહેલા તેનું 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને ફાઈનલ મેચથી બહાર કરી દેવામાં આવી હતી.

આ વખતે ભારતના ખોળામાં કુલ 6 મેડલ આવ્યા

તે ઉપરાંત Vinesh Phogat એ અયોગ્યતાના નિર્ણયને અમાન્ય ગણાવ્યો છે અને સિલ્વર મેડલની માગ કરી છે. ત્યારે Vinesh Phogat એ આ મામલે CAS માં અપલી કરી છે. તો આ મામલે આજે નિર્ણય આવી શકે છે. ત્યારે વાત કરીએ ભારતના Paris Olympics 2024 પ્રદર્શન વિશે, તો આ વખતે ભારતના ખોળામાં કુલ 6 મેડલ આવ્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ સામેલ છે. તેમાં પણ સૌથી વધુ મેડલ આ વખતે મનુ ભાકર દ્વારા મેળવવામાં આવ્યા છે. તે ઉપરાંત આ સિલ્વર મેડલ નીરજ ચોપરાએ મેળવ્યો છે.

આ પણ વાંચો: Olympic Closing ceremony માં આ કલાકારો પ્રદર્શન કરી પેરિસને કરશે રોશન

Tags :
Bhupinder Singh Hoodacourt of arbitration for sportGujarat FirstHaryana NewsParis OlympicsVinesh PhogatVinesh Phogat Gold MedalVinesh Phogat NewsWrestler Vinesh Phogat
Next Article