Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WPL FINAL : RCB અને DC પાસે ફાઇનલમાં ખિતાબ જીતી ઇતિહાસ રચવાની તક

WPL FINAL MATCH : મેન્સ IPL શરૂ થાય એ પહેલા હાલ વુમન્સ IPL હાલ ધૂમ મચાવી રહી છે. વુમન્સ IPL શરૂ થઈ ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે ત્યારે આજરોજ આ ટુર્નામેન્ટની ફાઇનલનો મહા-મુકાબલો રમાવવા જાઇ રહ્યો છે. આ ફાઇનલ...
wpl final   rcb અને dc પાસે ફાઇનલમાં ખિતાબ જીતી ઇતિહાસ રચવાની તક
Advertisement

WPL FINAL MATCH : મેન્સ IPL શરૂ થાય એ પહેલા હાલ વુમન્સ IPL હાલ ધૂમ મચાવી રહી છે. વુમન્સ IPL શરૂ થઈ ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે ત્યારે આજરોજ આ ટુર્નામેન્ટની ફાઇનલનો મહા-મુકાબલો રમાવવા જાઇ રહ્યો છે. આ ફાઇનલ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. તિ મંધાનાની RCB WPLના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે દિલ્લી અને બેંગ્લોર માંથી એકપણ ટીમ હજી WPL જીતી શકી નથી, ત્યારે બંને ટીમ પાસે WPL માં પ્રથમ વખત ચેમ્પિયન બની નવો ઇતિહાસ સર્જવાની તક છે.

RCB અને DC પાસે ઇતિહાસ રચવાની તક 

Advertisement

સ્મૃતિ મંધાનાની RCB એ WPLના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે, ત્યારે તે સામે ફાઇનલમાં મેગ લેનિંગની કપ્તાની હેઠળ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સે સતત બીજી વખત WPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગત વખતે દિલ્હીને મુંબઈ ઈન્ડિયન્સના હાથે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ મહા મુકાબલામાં બંને ટીમ પાસે WPL માં ઇતિહાસ સર્જવાની સમાન તક હશે.

Advertisement

બંને ટીમ પાસે ઘાતક MATCH WINNERS 

વુમન્સ પ્રીમિયર લીગ 202 4માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં એલિસ પેરીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. એલિસ પેરી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં સૌથી પ્રથમ ક્રમાંકે છે. જ્યારે દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે પણ પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. આ બંને ખેલાડીઓએ પોતપોતાની ટીમને ફાઈનલ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં એલિસ પેરીએ 312 રન બનાવ્યા છે, જ્યારે એલિસ બોલિંગમાં પણ અદભૂત પ્રદર્શન કરી તેને 7 વિકેટ્સ ઝડપી છે. સામે લેનિનનો દેખાવ પણ પ્રભાવિત કરનારો રહ્યો છે. તેણીએ પણ ટુર્નામેન્ટમાં 308 માર્યા છે.

આ પણ વાંચો : Gujarat Titans : ગુજરાત ટાઇટન્સના કેપ્ટનની સત્તાવાર રીતે જાહેરાત, ટીમ સામે છે આ મોટો પડકાર!

Tags :
Advertisement

Trending News

.

×