Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RINKU SINGH ને શા માટે T20 વર્લ્ડ કપમાંથી રખાયો બહાર, કારણ આવ્યું સામે..

RINKU SINGH T20 WC 2024 : IPL ના કારણે હાલ ક્રિકેટના ચાહકો હાલ T20 ફોર્મેટનો આનંદ માણી રહ્યા છે. પરંતુ IPL બાદ પણ આ ફોર્મેટનો ખુમાર ફેન્સના દિલ ઉપરથી ઉતારવાનો નથી કારણ કે,IPL ના તરત બાદ જ T20 વર્લ્ડ કપની...
rinku singh ને શા માટે t20 વર્લ્ડ કપમાંથી રખાયો બહાર  કારણ આવ્યું સામે

RINKU SINGH T20 WC 2024 : IPL ના કારણે હાલ ક્રિકેટના ચાહકો હાલ T20 ફોર્મેટનો આનંદ માણી રહ્યા છે. પરંતુ IPL બાદ પણ આ ફોર્મેટનો ખુમાર ફેન્સના દિલ ઉપરથી ઉતારવાનો નથી કારણ કે,IPL ના તરત બાદ જ T20 વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. 2 જૂનના રોજ આ વિશ્વકપની શરૂઆત થવાની છે, ત્યારે  થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમની આ વિશ્વકપ માટે જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમની જાહેરાત થયા બાદ કોઈ બાબત જો ચર્ચાનો વિષય બની હોય તો તે ભારતીય ટીમની સ્કવોડમાં રીન્કુ સિંઘનું ચયન ન થવું તે હતી. રિંકુને રિઝર્વમાં જગ્યા આપવામાં આવી છે. તેનો અર્થ એ કે તેઓ ત્યારે જ વર્લ્ડ કપની મેચો રમી શકે છે જ્યારે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અથવા કોઈ ખાસ સંજોગોમાં ખેલાડી ટીમ છોડીને જાય.

Advertisement

માટે રીન્કુનું સ્થાન ટીમમાં પાક્કું ન હોવાના કારણે ભારતીય ક્રિકેટ ફેન્સના મનમાં એક જ પ્રશ્ન હતો કે, રીન્કુ સિંઘ જેવા T20 ફોર્મેટના ધમાકેદાર બેટ્સમેનને શા માટે ટીમમાંથી બહાર મૂકવામાં આવ્યો છે? હવે આ પ્રશ્નનો જવાબ મળ્યો છે, ટીમના ચીફ સીલેક્ટર અજીત આગરકારે જ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે.

આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો - અજીત અગરકર

Advertisement

T20 વિશ્વકપ પહેલા આજરોજ ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા અને અજીત અગરકરની પ્રેસ કોન્ફરેંસ યોજાઇ હતી. જેમાં તેમણે રીન્કુ સિંઘને ટીમમાં શામેલ ન કરવાનું કારણ જણાવ્યું હતું. અજીત અગરકરે કહ્યું- "આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો, તેણે કંઈ ખોટું કર્યું નથી. વિચાર માત્ર TEAM COMBINATION વિશે હતો. અમે ફક્ત અમારી પાસે જે વિકલ્પો હતા તે લેવા માંગતા હતા. ટીમમાં ઘણા રિસ્ટ સ્પિનરોને જગ્યા આપવામાં આવી છે. અક્ષર જેવા ઓલરાઉન્ડર અને કુલદીપ-ચહલ જેવા બોલરો માટે બેટિંગના વિકલ્પો અમારા માટે ખુલ્લા હતા.

અમે વિચાર્યું કે બોલિંગનો વિકલ્પ લેવો વધુ સારું રહેશે

Advertisement

આ બાબત અંગે અગરકરે આગળ કહ્યું હતું કે - "અમે તેના વિશે ઘણું વિચાર્યું, પરંતુ અમે બોલિંગનો વિકલ્પ લેવા માંગતા હતા. અમને લાગ્યું કે રોહિત પાસે બે WRIST સ્પિનરો સાથે વધારાનો સ્પિન વિકલ્પ હોઈ શકે છે. અમારા ટીમમાં બે વિકેટકીપર પણ ઘણા સારા બેટ્સમેન છે. આમાંથી એક બેટ્સમેનને બહાર બેસવું પડશે, તેથી અમે વિચાર્યું કે બોલિંગનો વિકલ્પ લેવો વધુ સારું રહેશે. શુભમન ગિલ સાથે પણ કંઈક આવું જ થાય છે. કમનસીબે રિંકુ પણ સાથે પણ આમ જ થયું છે. શું કરવું, આખરે તમારે માત્ર 15 લોકોની ટીમ પસંદ કરવી પડશે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીઓ થયા રિપીટ, આ રમશે પહેલીવાર

Tags :
Advertisement

.