મેચના વિવાદ બાદ Sanju Samson અને દિલ્હીના માલિક પાર્થ જિંદલ વચ્ચે શું થયું?
Sanju Samson Video After Match : IPL 2024 માં ગઇકાલે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીનો ટીમનો 20 રનથી વિજય થયો હતો. આ કાંટેદાર મેચ રોમાંચક હોવાની સાથે સાથે તેમાં વિવાદ પણ સર્જાયો હતો. સંજુ સેમનસનની વિકેટ, તેની અમ્પાયર સાથેની બોલાબોલી અને તેના ઉપર દિલ્હીના માલિક પાર્થ જિંદલનું તેના ઉપર રિએક્શન આ બધી બાબતો હાલ ચર્ચાનો વિષય બની છે. સમગ્ર વિવાદ વચ્ચે દિલ્હી કેપિટલ્સના ઓફિશિયલ એક્સ ( ટ્વિટર ) હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પાર્થ પાર્થ જિંદલ અને સંજુ સેમસન કંઈક વાત કરતા જોવા મળી રહ્યા છે. ચાલો હવે જાણીએ શું છે સમગ્ર ઘટના...
વિકેટ બાદ અમ્પાયર સાથે સંજુની બોલાબોલી

Sanju Samson
સંજુ સેમસન દિલ્હી સામેની આ મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ ઇનિંગમાં 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી અને આ સાથે તેને 86 રન બનાવ્યા હતા. પરંતુ સમગ્ર વિવાદ તેના આઉટ થવા ઉપર બન્યો હતો. આખી ઘટના એમ છે કે, 16મી ઓવરમાં તેણે મુકેશ કુમારના બોલ પર મોટો સ્ટ્રોક માર્યો હતો, જે બાઉન્ડ્રી લાઇન પર સાઈ હોપના હાથે કેચ થયો હતો. આ બહુ નજીકનો મામલો હતો. સાઈ હોપે ખૂબ જ મુશ્કેલીથી બોલ પકડ્યો અને તેનો પગ બાઉન્ડ્રી લાઈનને અડ્યો કે નહીં તે જાણી શકાયું નથી. આ પછી થર્ડ અમ્પાયરે રિપ્લે જોઈને સંજુને આઉટ આપ્યો હતો. આ પછી સંજુ સાસમાન થોડીવાર સુધી અમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને તેના ચહેરા પર નિરાશા દેખાતી હતી. આ સિવાય દિલ્હીના માલિક પાર્થ પાર્થ જિંદલની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ હતી. તે આઉટ આઉટ કહી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
પાર્થ જિંદલની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા ઉપર વાયરલ
પાર્થ જિંદલ દિલ્હીના માલિકોમાંથી એક છે. તે માટે તે પણ તેમના ટીમની મેચ નિહાળવા માટે સ્ટેડિયમમાં આવેલા હતા. સંજુ સેમસનના આઉટ થયા બાદ સંજુ જ્યારે અમ્પાયર સાથે દલીલ કરી રહ્યા હતા ત્યારે પાર્થની પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ હતી. કોઈ પ્રકારનો અવાજ તો નહોતો આવી રહ્યો પરંતુ તેઓ - આઉટ હે આઉટ હે, તેવું કહી રહ્યા હતા. તેમની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઈ છે અને લોકો પાર્થ જિંદલ ઉપર તેમનો રોષ ઠાલવી રહ્યા હતા. હવે મેચ બાદ પાર્થ જિંદલ અને સંજુ સેમસન વચ્ચે શું થયું તેનો વિડીયો દિલ્હી કેપિટલના દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.
મેચ બાદ સંજુ અને પાર્થ જિંદલ વચ્ચે શું થયું?
Our Chairman and Co-owner, Parth Jindal, caught up with Rajasthan Royals' captain Sanju Samson & owner Manoj Badale, at the Arun Jaitley Stadium last night, after what was an exceptional contest of cricket. Parth also extended his congratulations to the RR skipper on being… pic.twitter.com/k47zwB7nzR
— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2024
પાર્થ જિંદલ આ ઘટના બન્યા બાદ અચાનક જ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગમાં આવ્યા હતા. લોકોએ તો તેમના કેટલાક જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા. પરંતુ હવે દિલ્હી કેપિટલ્સના X ( ટ્વિટર ) હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે મંગળવારની મેચ પછીનો છે. જેમાં સંજુ સેમસન, પાર્થ જિંદલ અને રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બાદલ વાત કરતા જોવા મળે છે. તેઓ મેચ બાદ હળવાશની પળો માણી રહ્યા હતા અને બાદમાં પાર્થે આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે પસંદ થવા પર RR કેપ્ટનને પણ અભિનંદન પાઠવ્યા હતા. અહી નોંધનીય છે કે, સંજુ સેમસન પહેલા દિલ્હીની ટીમ માટે રમી ચૂક્યા છે.
આ પણ વાંચો : IPL 2024 : સંજુ સેમસન સામે BCCI ની મોટી કાર્યવાહી, અમ્પાયરો સાથે દલીલ મુદ્દે મળી આ સજા…