Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jonny Bairstow ના રન આઉટ પર બ્રિટિશ PM ઋષિ સુનકે આ શું કહી દીધું ?

લોર્ડ્સમાં રમાઈ ગયેલી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ મેચને કાગારું ટીમે 43 રનથી જીતી સીરીઝમાં 2-0 ની લીડ મેળવી લીધી છે. આ મેચની જો હાઈલાઇટની વાત કરીએ તો તે જોની બેયરસ્ટો (Jonny Bairstow) નું રન આઉટ થવું છે. બેટ્સમેનના રન આઉટ પર...
jonny bairstow ના રન આઉટ પર બ્રિટિશ pm ઋષિ સુનકે આ શું કહી દીધું

લોર્ડ્સમાં રમાઈ ગયેલી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ મેચને કાગારું ટીમે 43 રનથી જીતી સીરીઝમાં 2-0 ની લીડ મેળવી લીધી છે. આ મેચની જો હાઈલાઇટની વાત કરીએ તો તે જોની બેયરસ્ટો (Jonny Bairstow) નું રન આઉટ થવું છે. બેટ્સમેનના રન આઉટ પર જે હંગામો ચાલી રહ્યો છે તે આજે પણ શાંત નથી થઇ રહ્યો. જેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છે કે આ અંગે ખુદ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે (British PM Rishi Sunak) નિવેદન આપ્યું છે. વડાપ્રધાન સુનકના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું કે, જોની બેયરસ્ટોની વિવાદાસ્પદ ડિસમિસલ રમતની ભાવનાને અનુરૂપ ન હોતી. જોની બેયરસ્ટોને ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીએ સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ મેચનો મોટો વળાંક હતો.

Advertisement

ઋષિ સુનકની વિવાદમાં એન્ટ્રી

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ શ્રેણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ક્રિકેટની સૌથી જૂની હરીફાઈમાં બંને ટીમો મેચ જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ 41 રને જીતી હતી. સૌથી વધુ ચર્ચા જોની બેયરસ્ટોના રન આઉટની છે. આ સમગ્ર મામલે PM ઋષિ સુનકના પ્રવક્તાએ કહ્યું કે, "વડાપ્રધાન (ઈંગ્લેન્ડ કેપ્ટન) બેન સ્ટોક્સ સાથે સહમત છે, જેમણે કહ્યું હતું કે તેઓ ઓસ્ટ્રેલિયા જેવી મેચ જીતવાનું પસંદ કરશે નહીં." પ્રિન્સ વિલિયમ સાથે આતુર ક્રિકેટ ચાહક તરીકે મેચ જોવા શનિવારે લોર્ડ્સ પેવેલિયન ખાતે પહોંચેલા સુનકે મેરીલેબોન ક્રિકેટ ક્લબના સભ્યો દ્વારા લાંબા રૂમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે કરવામાં આવેલા ગેરવર્તણૂકની પણ નિંદા કરી હતી. જણાવી દઇએ કે, બીજી ટેસ્ટ મેચ દરમિયાન જોની બેયરસ્ટોના સ્ટમ્પિંગથી ઈંગ્લેન્ડના ચાહકો નાખુશ છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ગંભીર આરોપો લગાવવાનું કામ ઈંગ્લેન્ડના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ કર્યું છે.

Advertisement

જોની બેરસ્ટો કેવી રીતે આઉટ થયો?

Advertisement

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટના 5માં દિવસે ચાહકોને જમીન પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટો આઉટ થતાં જ લોર્ડ્સમાં હાજર પ્રશંસકોનું તાપમાન વધી ગયું હતું. જોની બેયરસ્ટોએ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનના છેલ્લા બોલને વિકેટની પાછળ જવા દીધો અને પછી બેટને ક્રિઝ પર રાખ્યા વિના અને વિકેટકીપરની પરવાનગી લીધા વિના બીજા છેડે ઊભેલા બેન સ્ટોક્સ સાથે વાત કરવા ગયો. ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીએ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને બોલને સ્ટમ્પ પર ફટકાર્યો. આ પછી રનઆઉટ માટે અપીલ થઈ અને અમ્પાયરે બેયરસ્ટોને આઉટ આપ્યો.

શું કહ્યું ઋષિ સુનકે?

સોમવારે એક નિવેદનમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે 'ધ સન' સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, હું ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સાથે સહમત છું. હું પણ તે રીતે રમત જીતવા માંગતો નથી. ઋષિ સુનકે કહ્યું, “આ રમતે બેન સ્ટોક્સને તેના સર્વશ્રેષ્ઠ દેખાવની તક પૂરી પાડી અને તે એક અવિશ્વસનીય ટેસ્ટ મેચ હતી. સ્ટોક્સે ઈંગ્લેન્ડને ઐતિહાસિક જીત અપાવવા માટે આવી જ ઈનિંગ્સ રમી ત્યારે મને હેડિંગ્લીની યાદ આવી.

આ પણ વાંચો – ODI વર્લ્ડ કપ 2023 માંથી બહાર થતા જ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ થયા ભાવુક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.