Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

INSTAGRAM ના પણ KING છે વિરાટ કોહલી! તેમની પોસ્ટ બની ભારતની MOST LIKED POST

ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીસમાં હવે ઇતિહાસ સર્જી દીધો છે. ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને દુનિયામાં ડંકો વગાડ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ શાનદાર જીત માટે સમગ્ર દેશે...
08:53 PM Jul 01, 2024 IST | Harsh Bhatt

ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીસમાં હવે ઇતિહાસ સર્જી દીધો છે. ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને દુનિયામાં ડંકો વગાડ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ શાનદાર જીત માટે સમગ્ર દેશે તમામ ખેલાડીઓના વખાણ કર્યા છે. ભારતની જીત બાદ સોશિયલ મીડિયા પણ ભારતના ખેલાડીઓનો પ્રશંસાથી ભરાઈ ગયું હતું. સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો તેના ઉપર તો હજી પણ ભારતની જીતના ચર્ચાઓ ચાલી રહ્યા છે. હવે ભારતના મેચ વિનર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા INSTAGRAM ઉપર નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

વિરાટની પોસ્ટ બની MOST LIKED POST IN INDIA

બાબત એમ છે કે ભારતના વિશ્વવિજેતા બન્યા બાદ વિરાટ કોહલીએ INSTAGRAM ઉપર ભારતના જીતને લગતી એક પોસ્ટ શેર કરી હતી. તે પોસ્ટએ હવે ભારતમાં નવો કીર્તિમાન સર્જ્યો છે. વિરાટની આ INSTAGRAM પોસ્ટમાં દરેક લોકો હાથમાં ટ્રોફી લઈને જીતની ઉજવણી કરતા જોવા મળે છે. આ તસવીર સિવાય વિરાટે પોતાની કેટલીક સોલો તસવીરો પણ શેર કરી છે, જેમાં તે તેને હાથમાં ટ્રોફી સાથે કિસ કરતો જોવા મળે છે. વિરાટ કોહલીની આ પોસ્ટ પર લોકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. એટલું જ નહીં, લોકોએ આ તસવીરો પર એટલી બધી લાઈક્સ વરસાવી છે, જે હવે એક રેકોર્ડ બની ગઈ છે. વિરાટની આ પોસ્ટ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી (MOST LIKED IMAGE ON INSTAGRAM) પોસ્ટ બની ગઈ છે. વિરાટની પોસ્ટને અત્યાર સુધીમાં 19 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ આંકડા હજી વધુ વધી શકે છે.

આ પહેલા સિદ્ધાર્થ કિયારાની પોસ્ટ હતી પ્રથમ ક્રમાંકે

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની આ તસવીર પહેલા ભારતની MOST LIKED POST સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની હતી. તેમની આ પોસ્ટને 16 મિલિયનથી વધુ લાઇક્સ મળી હતી. હવે દોઢ વર્ષ બાદ વિરાટ કોહલીની આ પોસ્ટએ તેમનો રેકોર્ડ તોડ્યો છે. નોંધનીય છે કે, વિરાટ કોહલીએ ફાઇનલની મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો. વિરાટને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : જીત્યા બાદ કોની પાસે રહે છે આ શાન સમાન TROPHY અને તેને કોના દ્વારા કરાવાય છે તૈયાર, જાણો ટ્રોફીની ખાસ વાતો

Tags :
Gujarat FirstICC T20 World Cup 2024india recordinstagram postKiara Advanimost liked indian postmost liked post everSIDDHARTH MALHOTRAVirat Kohli
Next Article