રોહિત શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, યાદીમાં દિનેશ કાર્તિક અને પિયુષ ચાવલાનું પણ નામ શામેલ
ROHIT SHARMA : IPL 2024 ની 14 મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ ( MI )અને રાજસ્થાન રોયલ્સની ( RR ) ટીમો વચ્ચે રમાઈ હતી. નોંધનીય છે કે આ મેચમાં મુંબઈ ઈંડિયંસની ( MI ) ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઇડીયન્સની ( MI ) આ IPL માં સળંગ ત્રીજી હાર છે. મુંબઈ હજી પણ આ ટુર્નામેન્ટમાં પ્રથમ જીત નોંધાવી શક્યું નથી. મુંબઈને પોતાના આંગણે એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં પણ જીત નસીબ થઈ શકી છે નહીં. રાજસ્થાન રોયલ્સે આ મેચને 6 વિકેટે જીતી લીધી છે. પરંતુ આ મેચમાં એક શરમજનક રેકોર્ડ બન્યો છે, જે ટીમના પૂર્વ સુકાની અને ઓપનર બેટ્સમેન રોહિત શર્માના નામે નોંધાયો છે.
IPL 2024 માં MI ની લગાતાર ત્રીજી હાર
રાજસ્થાન સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ( MI ) ટીમે પ્રથમ બેટિંગ કરવાની ફરજ પડી હતી. મુંબઈની પ્રથમ બેટિંગ કરતાં મોટો સ્કોર કરવામાં અસફળ નીવડી હતી. મુંબઈની આખી ટીમ ફક્ત 125 રન બનાવી શકી હતી. જેને સરળતાથી રાજસ્થાનના બેટ્સમેનોએ 15.3 ચેસ કર્યો હતો. મુંબઈમાં રોહિત શર્મા પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. રોહિતને રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત મોકલી દીધો હતો.
રોહિતના નામે સૌથી વધુ ગોલ્ડન ડક
IPL 2024 માં પ્રથમ બે મેચમાં હારનો સામનો કર્યા બાદ પોતાના આંગણે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સની ( MI ) ટીમને રોહિત શર્મા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ રોહિત મેચમાં સારો દેખાવ કરી શક્યો ન હતો અને ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહોતો. IPL માં જોવામાં આવ્યું છે કે, ટ્રેન્ટ બોલ્ટ પહેલી જ ઓવરમાં સામે વાળા ટીમની વિકેટ લે છે, એવું જ આ મેચમાં પણ જોવા મળ્યું હતું.
આ મેચમાં ગોલ્ડન ડક ઉપર આઉટ થયા બાદ રોહિતના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. હવે IPL માં સૌથી વધુ ગોલ્ડન ડક્સ માટે આઉટ થવાનો આ રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાઈ ગયો છે. રોહિત શર્મા આઈપીએલમાં અત્યાર સુધી 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. રોહિત પહેલા RCB નો દિનેશ કાર્તિક પણ IPL માં 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે.
IPL માં સૌથી વધુ ગોલ્ડન ડક્સ પર આઉટ થયેલા ખેલાડીઓ
- રોહિત શર્મા- 17 વખત
- દિનેશ કાર્તિક- 17 વખત
- પિયુષ ચાવલા- 15 વખત
- મનદીપ સિંહ- 15 વખત
- ગ્લેન મેક્સવેલ- 15 વખત
- સુનીલ નારાયણ- 15 વખત
આ પણ વાંચો : MI vs RR : મુંબઈની વધુ એક હાર, રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે જીતી મેચ