Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Champions Trophy ની ફાઈનલમાં આ બે ટીમ પહોંચશે, રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી

Champions Trophyને લઈ રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી Champions Trophy ની ફાઈનલમાં આ બે ટીમ પહોંચશે 2025 પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીએ પ્રારંભ થશે Ricky Ponting : આગામી ICC Champions Trophy2025 પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીએ શરુ થવાની છે. આ ટુર્નામેન્ટ શરુ થાય તે પહેલા...
champions trophy ની ફાઈનલમાં આ બે ટીમ પહોંચશે  રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી
Advertisement
  • Champions Trophyને લઈ રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી
  • Champions Trophy ની ફાઈનલમાં આ બે ટીમ પહોંચશે
  • 2025 પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીએ પ્રારંભ થશે

Ricky Ponting : આગામી ICC Champions Trophy2025 પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીએ શરુ થવાની છે. આ ટુર્નામેન્ટ શરુ થાય તે પહેલા જ કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે તેને લઈને ભવિષ્યવાણી કરવાનું શરુ થઇ ગયું છે. જેને લઈને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે (Ricky Ponting) ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવનારી સંભવિત બે ટીમોની ભવિષ્યવાણી કરી છે.

શું કહ્યું રિકી પોન્ટિંગે?

પોન્ટિંગએ જણાવ્યું હતું કે, 'આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઇ શકે છે. રોહિત શર્મા અને પેટ કમિન્સનના નેતૃત્વમાં ભારત અને ઓસ્ટ્રેલિયા અગાઉ ફાઈનલમાં બે વખત એકબીજા સામે ટકરાઈ ચૂક્યા છે. જેમાં એક ICC ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ વનડે વર્લ્ડકપ પણ સામેલ છે. તેમાં કોઈ શંકા નથી કે, બંને ટીમો આ ફોર્મેટ માટે સૌથી શ્રેષ્ઠ ટીમો છે.' આ જ કરણ કે છે કે પોન્ટિંગને લાગે છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલમાં મુકાબલો થઇ શકે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો- IND vs ENG, T20 : સિરીઝની અંતિમ મેચમાં આ ખેલાડીઓને મળશે આરામ!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાય તેવી સંભાવના

તાજેતરમાં જ બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ હતી. જેના પર ઓસ્ટ્રેલિયન ટીમે 3-1થી કબજો મેળવી લીધો હતો. પોન્ટિંગે કહ્યું હતું કે, 'હાલના સમયમાં બંને દેશોના ખેલાડીઓની ક્વોલિટી અને પાછલા વર્ષોના ઈતિહાસ પર નજર રાખીએ તો ખ્યાલ આવશે કે, જ્યારે પણ મોટી ICC ટુર્નામેન્ટ યોજાઈ છે ત્યારે ઓસ્ટ્રેલિયા અને ભારત ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક હાજર રહ્યા છે.'

આ પણ  વાંચો- BCCI Awards: જસપ્રીત બુમરાહ-સ્મૃતિ મંધાનાને સૌથી મોટા એવોર્ડ્સ મળ્યા, અશ્વિનને પણ મળ્યું ખાસ સન્માન

પાકિસ્તાનની ટીમ પણ પહોંચી શકે છે સેમિ ફાઈનલમાં

આ સિવાય ઓસ્ટ્રેલિયન કેપ્ટને પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઈનલમાં સ્થાન મેળવનારી સંભવિત ચાર ટીમો સામેલ કરી છે. તેના અનુસાર, 'ટુર્નામેન્ટના યજમાનના રૂપમાં 'મેન ઇન ગ્રીન' (પાકિસ્તાની ટીમ) ને ઘરેલું પરીસ્થિતિઓનો ફાયદો થશે. હાલના સમયે જો કોઈ બીજી ટીમ ખરખર બહુ સારું ક્રિકેટ રમી રહી હોય તો તે પાકિસ્તાની ટીમ છે. છેલ્લા કેટલાક સમયથી તેમનું વનડે ફોર્મેટમાં પ્રદર્શન સારું રહ્યું છે.'

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×