Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરાટ અને ગાંગુલી વચ્ચેનો વિવાદ વકર્યો, કોહલીએ દાદાને કર્યા અનફોલો

ભારતના બે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં, જ્યારે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી IPL 2023 મેચ દરમિયાન સામ-સામે આવ્યા હતા, ત્યારે બંને વચ્ચે ખૂબ જ ગરમાગરમી...
વિરાટ અને ગાંગુલી વચ્ચેનો વિવાદ વકર્યો  કોહલીએ દાદાને કર્યા અનફોલો

ભારતના બે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં, જ્યારે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી IPL 2023 મેચ દરમિયાન સામ-સામે આવ્યા હતા, ત્યારે બંને વચ્ચે ખૂબ જ ગરમાગરમી થઈ હતી. હવે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર દાદા વિરૂદ્ધ એવું પગલું ભર્યું છે જેનાથી ખળભળાટ મચી ગયો છે. કિંગ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સૌરવ ગાંગુલીને અનફોલો કરી દીધો છે, તેણે આ પગલું RCB vs DC મેચ બાદ ઉઠાવ્યું હતું. પહેલા તે બીસીસીઆઈના પૂર્વ પ્રમુખને ફોલો કરતો હતો.

Advertisement

મેચના 18મી ઓવર દરમિયાન આરસીબીને વિકેટની જરૂરિયાત હતી ત્યારે દિલ્હીના ડગ આઉટ પાસે ફિલ્ડિંગ કરી રહેલા કોહલીએ એક શાનદાર કેચ પકડીને મેચને આરસીબી તરફ ફેરવી નાખી હતી. આ કેચને પકડ્યા પછી કોહલીએ દિલ્હીના ડગ આઉટમાં બેસેલા ગાંગુલી અને રિકી પોન્ટિંગ સામે આંખો કાઢી હતી. જ્યારે મેચ ખતમ થયા પછી કોહલી અને ગાંગુલીએ એક બીજા સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. આ બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, બંને વચ્ચેનો આ વિવાદ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીના કાર્યકાળ દરમિયાન શરૂ થયો હતો. તે સમયે વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો હતો. કોહલીએ દુબઈમાં T20 વર્લ્ડ કપ 2021 પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી, BCCIએ તેમની પાસેથી ODI ટીમની કેપ્ટનશીપ પણ છીનવી લીધી હતી.

Advertisement

કોહલીએ સુકાનીપદ છીનવી લીધા બાદ કહ્યું હતું કે તેને આ અંગેની જાહેરાતના થોડા કલાકો પહેલા જ ખબર પડી હતી, જ્યારે ગાંગુલીનું નિવેદન તેનાથી વિપરીત હતું. તેણે કહ્યું કે તેણે આ અંગે વિરાટ સાથે વાત કરી હતી.

વનડેની કેપ્ટનશીપ છીનવી લેવાયા બાદ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હાર્યા બાદ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. આ પછી, હવે રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.