ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Team India: શું ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને મળશે નવો કોચ?

Team India માં કોચિંગ સ્ટાફમાં થશે ફેરફાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જવાબદારી સોંપાઈ શકે છે સિતાંશુ કોટકન હાલમાં ઇન્ડિયા A ના મુખ્ય કોચ છે Team India :ભારતીય ક્રિકેટ ટીમ(Team India)ના કોચિંગ સ્ટાફમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે....
11:16 PM Jan 16, 2025 IST | Hiren Dave
Team India માં કોચિંગ સ્ટાફમાં થશે ફેરફાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જવાબદારી સોંપાઈ શકે છે સિતાંશુ કોટકન હાલમાં ઇન્ડિયા A ના મુખ્ય કોચ છે Team India :ભારતીય ક્રિકેટ ટીમ(Team India)ના કોચિંગ સ્ટાફમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે....
featuredImage featuredImage
Team India New Coach

Team India :ભારતીય ક્રિકેટ ટીમ(Team India)ના કોચિંગ સ્ટાફમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે. ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સમગ્ર સ્ટાફ શંકાના ઘેરામાં છે. મળતી માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સિતાંશુ કોટકને( Sitanshu Kotak) બેટિંગ કોચની (Batting Coach)જવાબદારી સોંપી શકે છે. સીતાશુનો અત્યાર સુધીનો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. તેઓ હાલમાં ઇન્ડિયા A ના મુખ્ય કોચ છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેને આ જવાબદારી મળી શકે છે.

 

BCCI કોચિંગ સ્ટાફમાં કરશે ફેરફાર

મળતી માહિતી અનુસાર BCCI કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. બીસીસીઆઈ સીતાશુ કોટકને સિનિયર ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ બનાવી શકે છે. ગૌતમ ગંભીર હાલમાં મુખ્ય કોચ છે. તેમના જોડાયા પછી, ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. આ પછી કેપ્ટન રોહિત શર્મા અને ગંભીરને ટીકાઓનો સામનો કરવો પડ્યો. બીસીસીઆઈએ તાજેતરમાં એક સમીક્ષા બેઠક યોજી હતી. આમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

આ પણ  વાંચો -WPL 2025 Schedule: RCB ની મેચથી ટુર્નામેન્ટ શરૂ થશે, BCCI એ પહેલીવાર આ મોટો નિર્ણય લીધો

કોટકની કોચિંગ કારકિર્દી અત્યાર સુધી કેવી રહી છે

સીતાશુ કોટકની ક્રિકેટ કારકિર્દી સારી રહી છે. નિવૃત્તિ પછી તે ફુલટાઈમ કોચ બન્યો. સીતાશુ સૌરાષ્ટ્રનો કોચ રહી ચૂક્યો છે. આ પછી તે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જોડાયો. અહીં તેમણે બેટિંગ કોચની ભૂમિકા ભજવી હતી. સીતાશુની મહેનત જોઈને BCCI એ તેમને ઈન્ડિયા A ના મુખ્ય કોચ બનાવ્યો. તે છેલ્લા ચાર વર્ષથી ઇન્ડિયા એ સાથે છે. મુખ્ય કોચ બન્યા પછી, સીતાશુએ બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી. તેઓ 2017 માં IPL ટીમ ગુજરાત લાયન્સનો સહાયક કોચ પણ રહી ચૂક્યો છે.

આ પણ  વાંચો -મહાકુંભના શાહી સ્નાનમાં એક ડૂબકી Virat Kohli ના ફોર્મની, જુઓ Video

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જવાબદારી સોંપાઈ શકે છે

અહેવાલો અનુસાર, BCCI સીતાશુના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા તેમને બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. જો આપણે ભારતના વર્તમાન કોચિંગ સ્ટાફ પર નજર કરીએ તો, ગંભીર મુખ્ય કોચ છે. જ્યારે રાયન ડોચેટ અને અભિષેક નાયર સહાયક કોચ છે. જ્યારે મોર્ને મોર્કેલ બોલિંગ કોચ છે.

Tags :
BCCI Team India Batting CoachGautam GambhirGautam Gambhir Head CoachGautam Gambhir Head Coach Team IndiaGujarat FirstHiren daveIndia vs Australia testrohit sharmaSitanshu Kotak Batting CoachSitanshu Kotak Team India Batting CoachTeam IndiaTeam India Batting CoachTeam India New Batting Coach