ટીમ ઈન્ડિયાનો આ બોલર થયો આ કન્યા સામે ક્લિન બોલ્ડ, લગ્નગ્રંથીથી જોડાયા
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ મેચની T20 શ્રેણી દરમિયાન રજા લીધી છે. આ જ કારણ છે કે, મુકેશ કુમાર ગઇ કાલે રમાયેલી ત્રીજી T20 મેચમાં જોવા નહોતો મળ્યો. જણાવી દઇએ કે, ત્રીજી T20 મેચ પહેલા BCCI એ ટ્વીટ કર્યું હતું કે મુકેશ કુમારે ત્રીજી T20 મેચ પહેલા લગ્ન માટે રજા લઈ લીધી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાનો આ બોલર લગ્નગ્રંથીથી જોડાઇ ગયો છે. જીહા, તેણે દિવ્યા સિંહને પોતાની જીવન સંગીની બનાવી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નગ્રંથીથી જોડાયો
બિહારના ગોપાલગંજના રહેવાસી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારના મંગળવારે લગ્ન થયા. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની પત્ની કોણ છે જેણે મુકેશ કુમાર સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે બિહારના છપરાની રહેવાસી દિવ્યા સિંહે ગોરખપુરની એક હોટલમાં મુકેશ કુમારને ડેટ કરી હતી. ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે દિવ્યા સિંહને પોતાની લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારી લીધી છે. મંગળવારે ગોરખપુરના એક મોટા રિસોર્ટમાં ક્યૂટ કપલે જીવનભર એકબીજાનો હાથ પકડી રાખવાનો નિર્ણય કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે જાનૈયાઓ બિહારના મુકેશ કુમારના વતન ગામ છપરાથી ગોરખપુર પહોંચ્યા હતા.
લગ્નમાં બિહારની જોવા મળી સંસ્કૃતિ
લગ્ન દરમિયાન બિહારની સમગ્ર સંસ્કૃતિ જોવા મળી હતી. લગ્નની વિધિ પહેલા મંડપમાં થઈ હતી. જે બાદ તિલકોત્સવની વિધિ સંપન્ન થઈ હતી. આ બધા પછી જયમાલાની પ્રક્રિયા પૂરી થઈ. અહીં મુકેશે દિવ્યાને માળા પહેરાવી અને તેને હંમેશ માટે જીવનસાથી તરીકે સ્વીકારી લીધી. લગ્ન સમારોહમાં આવેલા ગોપાલગંજના પ્રમોદ કુમારનું કહેવું છે કે મુકેશ અને દિવ્યા બાજુના ગામોના છે. દિવ્યા છપરાના રસૂલપુર ગામની રહેવાસી છે. આ ક્યૂટ કપલ લગ્ન પહેલા જ એકબીજાને ઓળખતા હતા. મુકેશ તેના પરિવારમાં લગ્ન કરનાર એકમાત્ર સભ્ય હતો. હવે તે પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. મુકેશ તેના ભાઈઓમાં સૌથી નાનો હતો.
મુકેશે લગ્ન માટે ખાસ રજા લીધી
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 શ્રેણી માટે મુકેશ કુમારનો ભારતીય કાફલામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે શરૂઆતની બંને મેચમાં બ્લુ ટીમમાં ભાગ લીધો હતો. જોકે, ત્રીજી મેચ પહેલા તેણે બોર્ડને ખાસ વિનંતી કરી હતી અને રજા માંગી હતી. બોર્ડે તેમની રજા પણ સ્વીકારી લીધી હતી. જે બાદ તેના સ્થાને દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મુકેશ કુમારે IPLની બે સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે ભાગ લીધો છે. તેને આગામી સિઝન માટે પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. દેશની આ પ્રતિષ્ઠિત લીગમાં તેણે અત્યાર સુધીમાં કુલ 10 મેચ રમી છે. આ દરમિયાન તેને 10 ઇનિંગ્સમાં સાત સફળતા મળી છે.
આ પણ વાંચો - મિત્ર હોય તો Sunil Gavaskar જેવો, મિત્રના એક જ ફોન પર પહોંચી ગયા નવસારી
આ પણ વાંચો - Team India Head Coach : રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે, સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પણ વધ્યો…
આ પણ વાંચો – મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક સ્વાગત, કહ્યું – ફરી એ જ ટીમમાં આવીને સારું લાગ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ