Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 WC 2024 : AFGHANISTAN એ AUSTRALIA ને હરાવી સર્જ્યો ઉલેટફેર, હવે બદલાયું સેમીફાઇનલનું ગણિત

AFGHANISTAN VS AUSTRALIA :  T20 WORLD CUP 2024 માં હાલ સુપર 8 ના મુકાબલા ચાલી રહ્યા છે. આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની ટીમે અપસેટ સર્જ્યો છે અને ઓસ્ટ્રેલિયાને હાર આપી છે. અફઘાનિસ્તાને ઐતિહાસિક પ્રદર્શન કરીને...
t20 wc 2024   afghanistan એ australia ને હરાવી સર્જ્યો ઉલેટફેર  હવે બદલાયું સેમીફાઇનલનું ગણિત

AFGHANISTAN VS AUSTRALIA :  T20 WORLD CUP 2024 માં હાલ સુપર 8 ના મુકાબલા ચાલી રહ્યા છે. આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની ટીમે અપસેટ સર્જ્યો છે અને ઓસ્ટ્રેલિયાને હાર આપી છે. અફઘાનિસ્તાને ઐતિહાસિક પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 149 રન બનાવવાના હતા, પરંતુ તે માત્ર 127 રન સુધી જ સીમિત રહી ગયું હતું. અફઘાનિસ્તાનની જીતનો હીરો ગુલબદ્દીન નાયબ હતો જેણે ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. હવે આ મેચમાં હાર મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે સેમી ફાઇનલ સુધી જવાના રસ્તા કપરા બન્યા છે.

Advertisement

AFGHANISTAN એ પ્રથમ બેટિંગ કરતાં બનાવ્યા 148

આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને છ વિકેટે 148 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે 49 બોલમાં 60 રનની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. જ્યારે ઈબ્રાહિમ ઝદરાને 48 બોલમાં છ ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે બોલિંગમાં પેટ કમિન્સએ શાનદાર દેખાવ કર્યો હતો અને તેને હેટ્રિક લઈને ઇતિહાસ સર્જ્યો હતો.કમિન્સે રાશિદ ખાન, કરીમ જનાત અને ગુલબદિન નાયબને સતત બોલ પર આઉટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પેટની આ બીજી મેચમાં બીજી હેટ્રિક છે. તેને અંતિમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ હેટ્રિક લીધી હતી.

Advertisement

AUSTRALIA લક્ષ્યનો પીછો કરવામાં રહ્યું નિષ્ફળ

અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 149 રનનું લક્ષ્ય આપ્યું હતું. પરંતુ તે માત્ર 127 રન સુધી જ સીમિત રહી ગયું હતું. મેક્સવેલે 41 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી ઓસ્ટ્રેલિયા માટે સારો દેખાવ કરી શક્યો ન હતો. અફઘાનિસ્તાન માટે ગુલબદ્દીન નાયબે ચાર વિકેટ લીધી હતી જ્યારે નવીન ઉલ હકે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

Advertisement

હવે સેમી-ફાઇનલનું સમીકરણ બદલાયું

આ મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા સાથે ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. પરંતુ હવે આ હારને કારણે ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયા હાલમાં 2 મેચમાં 2 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા સ્થાન પર છે. અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ તેમનો નેટ રન રેટ પણ કથળી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો વર્તમાન નેટ રન રેટ +0.223 છે. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે ભારત સામેની મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની આગામી મેચ જીતે છે અને અફઘાનિસ્તાન તેની આગામી મેચમાં બાંગ્લાદેશને હરાવશે તો ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનના 4-4 પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં નેટ રન રેટના આધારે ટીમોને સેમિફાઇનલમાં પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સોમવારે મહા મુકાબલો રમાવવનો છે, જે હવે ઓસ્ટ્રેલિયા માટે નિર્ણાયક રહેશે.

આ પણ વાંચો : અવિશ્વસનીય! એક જ WORLD CUP માં બે HAT-TRICK લેનાર પ્રથમ બોલર બન્યો PAT CUMMINS

Tags :
Advertisement

.