ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Syed Mushtaq Ali Trophy : બે ભારતીય ક્રિકેટરો વચ્ચે થઇ જબરદસ્ત બબાલ, જુઓ Video

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશ (યુપી) વચ્ચે મુકાબલો થયો. મેચ દરમિયાન યુપીના નીતિશ રાણા અને દિલ્હીના કેપ્ટન આયુષ બદોની વચ્ચે શાબ્દિક ટકરાવ થયો. બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર શબ્દોનો ઉપયોગ થયો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી 193 રનનો સ્કોર કર્યો હતો. યુપી ટીમ 174 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને દિલ્હી સેમિફાઇનલમાં પહોંચી ગઈ.
11:14 PM Dec 11, 2024 IST | Hardik Shah
Syed Mushtaq Ali Trophy two Indian cricketers Nitish Rana Ayush Badoni Fight
  • સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બબાલ
  • રાણા અને બદોની વચ્ચેનો શાબ્દિક ટકરાવ ચર્ચામાં
  • દિલ્હીએ યુપીને હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી
  • મેચ દરમિયાન રાણા અને બદોની વચ્ચે શાબ્દિક વાકયુદ્ધ
  • રાણા અને બદોનીના વિવાદનો વીડિયો વાયરલ

Syed Mushtaq Ali Trophy : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશ (યુપી)ની ટીમો આમને-સામને આવી હતી. આ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચમાં ખેલાડીઓ વચ્ચે શાબ્દિક ટકરાવની ઘટના ચર્ચાનો વિષય બની હતી. યુપી માટે રમતા નીતિશ રાણા અને દિલ્હીના કેપ્ટન આયુષ બદોની વચ્ચે શાબ્દિક પ્રહાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ નીતિશ IPL દરમિયાન રિતિક શૌકીન સાથે ઝઘડો કરી ચૂક્યો છે, જે તેની પૂર્વ ટીમ દિલ્હીમાં રમતો હતો.

રાણા અને બદોની વચ્ચે શાબ્દિક યુદ્ધ

મેચ દરમિયાન નીતિશ રાણા યુપી માટે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે આયુષ બદોની ક્રિઝ પર હતો. આ સમયે બદોનીએ બોલને લોંગ ઓન તરફ રમી અને રન લીધો. રન લીધા પછી, રાણા અને બદોની વચ્ચે શાબ્દિક વાકયુદ્ધ શરૂ થયું, જેના કારણે મેચમાં થોડું તણાવનું વાતાવરણ સર્જાયું. આ સમયગાળા દરમિયાન અમ્પાયરે બંને વચ્ચે મામલો શાંત કર્યો હતો. નોંધનીય છે કે નીતિશ રાણા અગાઉ દિલ્હી ટીમ માટે રમતો હતો, પરંતુ 2023માં તેણે યુપી તરફથી રમવાનું શરૂ કર્યું હતું. IPL 2025માં નીતિશ પંજાબ કિંગ્સ માટે રમશે, જ્યારે આયુષ બદોની લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે.

દિલ્હીએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 193 રનનું લક્ષ્ય આપ્યું હતું. પ્રિયાંશ આર્યએ 44 રનની ઈનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન આયુષ બદોનીએ 25 રન બનાવ્યા હતા. યુપીની ટીમ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ 19.5 ઓવરમાં 174 રન પર ઓલઆઉટ થઈ ગઈ. યુપીના કેપ્ટન પ્રિયમ ગર્ગે 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો. રિંકુ સિંહ અને નીતિશ રાણાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. રાણાએ 2 રન અને રિંકુએ 10 રન બનાવ્યા. આ જીત સાથે દિલ્હીની ટીમે ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચો:  WTC Final : ભારત માટે કેમ આવી ‘Do or Die’ ની સ્થિતિ?

Tags :
Ayush BadoniDelhi vs UPGujarat FirstHardik ShahNitish RanaNitish Rana fight with Ayush BadoniSyed-Mushtaq-Ali-Trophy
Next Article