Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 માં સ્ટાર રેસલરની ધરપકડ, દારૂ પીને મહિલાની કરી છેડતી

પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીની ધરપકડ ઇજિપ્તના રેસલરની ધરપકડ પેરિસ ઓલિમ્પિક: સ્પર્ધા કે પાર્ટી? ખેલાડીઓના વિવાદો ઓલિમ્પિકના મૂલ્યોની અવગણના ઓલિમ્પિકમાં દેશનું નામ બદનામ Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓની ધરપકડના સમાચારે દુનિયાભરમાં ચકચાર મચાવી દીધી છે. એક તરફ જ્યાં આ ઓલિમ્પિકમાં...
paris olympic 2024 માં સ્ટાર રેસલરની ધરપકડ  દારૂ પીને મહિલાની કરી છેડતી
  • પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીની ધરપકડ
  • ઇજિપ્તના રેસલરની ધરપકડ
  • પેરિસ ઓલિમ્પિક: સ્પર્ધા કે પાર્ટી? ખેલાડીઓના વિવાદો
  • ઓલિમ્પિકના મૂલ્યોની અવગણના
  • ઓલિમ્પિકમાં દેશનું નામ બદનામ

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓની ધરપકડના સમાચારે દુનિયાભરમાં ચકચાર મચાવી દીધી છે. એક તરફ જ્યાં આ ઓલિમ્પિકમાં દેશોના ખેલાડીઓ પોતાની શ્રેષ્ઠ ક્ષમતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ કેટલાક ખેલાડીઓ વિવાદોમાં સપડાયા છે. આ ઘટનાઓએ ઓલિમ્પિકની શુદ્ધતા અને ખેલાડીઓના આચરણ પર સવાલ ઉઠાવ્યા છે.

Advertisement

ઇજિપ્તના રેસલરની ધરપકડ

સૌથી તાજી ઘટનામાં ઇજિપ્તના એક રેસલરને મહિલા સાથે અયોગ્ય વર્તન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જણાવી દઇએ કે, 26 વર્ષીય મોહમ્મદ અલસાઈદ કુસ્તીની દુનિયામાં જાણીતું નામ છે. અલસાઈદે પેરિસ ઓલિમ્પિક (Paris Olympic) માં 67 કિલોગ્રામની ગ્રીકો-રોમન કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જોકે, અલસાઈદને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અઝરબૈજાનના હસરત જાફરોવ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જાફરોવે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઘટનાએ ન માત્ર તેના દેશનું નામ બદનામ કર્યું છે પરંતુ ઓલિમ્પિકની છબીને પણ ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : અમેરિકન રેસલર જોર્ડન બુરોઝે વિનેશ ફોગાટને ન્યાય અપાવવા માટે કરી મોટી માંગ

Advertisement

એક ઘટનાએ બદલી છબી

પેરિસ ઓલિમ્પિકમાં ઇજિપ્તના રેસલર મોહમ્મદ અલસાઈદની ધરપકડે દુનિયાભરમાં ચકચાર મચાવી દીધી છે. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર આ રેસલરને મહિલા સાથે અયોગ્ય વર્તનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ ન માત્ર તેની વ્યક્તિગત પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે પરંતુ ઓલિમ્પિક જેવા મહાન મંચને પણ ઠેસ પહોંચાડી છે. અલસાઈદ હંમેશા રમતગમતમાં સન્માનને મહત્વ આપતો હતો. તેણે અનેક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના માટે સન્માન સૌથી મહત્વનું છે અને તે તેના દરેક મુકાબલામાં આ સિદ્ધાંતને અનુસરે છે. 2019માં આફ્રિકન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેને વિશ્વના શ્રેષ્ઠ અંડર-23 કુસ્તીબાજ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેણે પોતાની આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી હતી. પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં આ ઘટના બન્યા બાદ તેની છબી બદલાઈ ગઈ છે. હવે તેને શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને આજીવન પ્રતિબંધ પણ થઈ શકે છે. આ ઘટનાએ તેની કારકિર્દીને ધરમૂળથી બદલી નાખી છે અને હવે તેનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે.

Advertisement

ઓસ્ટ્રેલિયન ખેલાડીની ધરપકડ

આ પહેલા ઓસ્ટ્રેલિયન હોકી ટીમના એક ખેલાડીને ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયાની હોકી ટીમનું નામ બદનામ કર્યું હતું અને દેશમાં આ ઘટનાની નિંદા થઈ હતી. આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે કેટલાક ખેલાડીઓ માટે ઓલિમ્પિક માત્ર એક સ્પર્ધા નથી પરંતુ તેઓ તેને પાર્ટી તરીકે લે છે. આવા ખેલાડીઓ માટે દેશનું નામ, ઓલિમ્પિકના મૂલ્યો અને તેમની પોતાની કારકિર્દી કંઈ જ મહત્વની નથી.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : બેડમિન્ટન કોર્ટ પર શરૂ થઇ પ્રેમની નવી કહાની

આવી ઘટનાઓના પરિણામો

આવી ઘટનાઓના પરિણામે દેશોનું નામ બદનામ થાય છે, ઓલિમ્પિકની છબીને નુકસાન થાય છે અને ખેલાડીઓની કારકિર્દી પર પ્રતિકૂળ અસર પડે છે. આ ઉપરાંત, આવી ઘટનાઓ યુવા ખેલાડીઓ માટે ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે. આવી ઘટનાઓને રોકવા માટે ખેલાડીઓને સખત શિસ્ત અને નૈતિક શિક્ષણ આપવું જરૂરી છે. આ ઉપરાંત, ઓલિમ્પિક સમિતિએ પણ આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓની ધરપકડની ઘટનાઓ એક ચિંતાજનક સંકેત છે. આ ઘટનાઓ સૂચવે છે કે કેટલાક ખેલાડીઓ ઓલિમ્પિકના મૂલ્યોને સમજતા નથી. આવી ઘટનાઓને રોકવા માટે તમામ પક્ષોએ સંયુક્ત પ્રયાસ કરવા જોઈએ. આ ઘટનાઓમાંથી સમજી શકાય છે કે સફળતા હાંસલ કરવા માટે માત્ર પ્રતિભા જ પૂરતી નથી, પરંતુ નૈતિક મૂલ્યો અને સારું આચરણ પણ જરૂરી છે.

આ પણ વાંચો:  'ડ્રગ્સ લે તો અયોગ્ય જાહેર કરવું યોગ્ય, પણ વજનના આધારે...' દિગ્ગજે કહી આ વાત

Tags :
Advertisement

.