SRH Vs RR:રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગનો લીધો નિર્ણય
- રાજસ્થાને ટોસ જીત્યો
- પહેલા બોલિંગનો લીધો નિર્ણય
- હૈદરાબાદ પ્રથમ કરશે બેટીંગ
SRH Vs RR : IPL 2025નો ઉત્સાહ શરૂ થઈ ગયો છે. આ લીગની બીજી મેચમાં, રાજસ્થાન રોયલ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH Vs RR)સામે થશે. બંને ટીમો માટે આ પહેલી મેચ છે, તેથી બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા માંગશે. મેચમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં, રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ રિયાન પરાગના હાથમાં રહેશે, જ્યારે હૈદરાબાદ માટે પેટ કમિન્સ આ ભૂમિકા ભજવશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદ 11 જ્યારે રાજસ્થાન નવ મેચ જીતી ચૂક્યું છે.
IPL 2025 ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે છે. હૈદરાબાદમાં રમાનારી આ મેચ સાથે, બંને ટીમો લીગની 18મી સીઝનમાં પોતાના અભિયાનની શરૂઆત કરતી જોવા મળશે. હૈદરાબાદ SRHનો ગઢ છે, જેનો અર્થ એ કે તે તેનું હોમ ગ્રાઉન્ડ છે. તે સિવાય, તેની વિસ્ફોટક બેટિંગથી બધા વાકેફ છે. IPL 2024 માં એક પછી એક 3 રેકોર્ડ તોડીને, તેણે પોતાના વિસ્ફોટક સ્વભાવનું સારું ઉદાહરણ પણ આપ્યું. હવે જોવાનું એ રહે છે કે રાજસ્થાન ટીમ IPLની નવી સીઝનમાં તેમને રોકવા માટે કઈ યુક્તિઓ અપનાવે છે?
આ પણ વાંચો -IPL 2025: વિરાટની વિસ્ફોટ બેટિંગથી RCB નો જીત સાથે શુભારંભ, KKR ને ચટાડી ધૂળ
'૩૦૦ રન બનાવી શકાય છે'
રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની મેચ પહેલા ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેનએ મોટું નિવેદન આપ્યું છે. આ બંને SRH ખેલાડીઓએ કહ્યું કે આ સિઝનમાં 300 રન બનાવી શકાય છે. હેડે કહ્યું કે જો દરેક ઇચ્છે તો તે થઈ શકે છે. જ્યારે ક્લાસેને કહ્યું કે ટીમમાં 300 રન બનાવવા માટે પૂરતી ક્ષમતા છે. #SikandarTraiIer
આ પણ વાંચો -Kolkata માં IPL ટિકિટનું બ્લેક માર્કેટિંગ, ત્રણ આરોપીની ધરપકડ
આ બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન છે.
આરઆર પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, જોફ્રા આર્ચર, મહિષ તીક્ષણા, ફઝલહક ફારૂકી, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે
SRH પ્લેઇંગ XI: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી