ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Sourav Ganguly નો ભયાનક અકસ્માત, અચાનક ટ્રક સામે આવી ગયો અને...

Sourav Ganguly car Accident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની ગાડી ગુરૂવારે એક દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જો કે ગાંગુલીનો આ અકસ્માતમાં કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી નથી. 
08:04 AM Feb 21, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Sourav Ganguly car Accident
Sourav Ganguly car Accident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની ગાડી ગુરૂવારે એક દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જો કે ગાંગુલીનો આ અકસ્માતમાં કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી નથી.
પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી ગુરૂવારે એક રોડ અકસ્માતમાં બાલ-બાલ બચી ગયા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર તેમની ગાડી દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જો કે પૂર્વ ક્રિકેટરને કોઇ પ્રકારની ઇજા પહોંચી નહોતી.
આ પણ વાંચો : Mahakumbh માં સ્નાન કરતી મહિલાઓના ફોટા શેર કરનારાઓ સામે કાર્યવાહી, 15 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે FIR દાખલ

સૌરવ ગાંગુલી બર્દવાન જઇ રહ્યા હતા

સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દંતનપુરની નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગયો. તેમના ડ્રાઇવરે એકદમ બ્રેક લગાવવી પડી હતી. પાછળ આવી રહેલી ગાડીઓએ પણ તેવું જ કર્યું. જો કે અચાનક બ્રેકિંગના કારણે કાફલમાં રહેલી અન્ય ગાડીઓ એક બીજા સાથે અથડાઇ હતી. જેમાંથી એક ગાડી સૌરવ ગાંગુલીની ગાડી સાથે પણ ઠોકાઇ ગઇ હતી.

કોઇને ગંભીર ઇજા નહી

આ દુર્ઘટનામાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં રહેલા કોઇ પણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી નહોતી પરંતુ તેમને આશરે 10 મિનિટ સુધી રોડ પર રોકાવું પડ્યું હતું. તેમના કાફલાની બે ગાડીઓ ડેમેજ થઇ હતી. દુર્ઘટનાના સ્થળે કેટલોક સમય રોકાયા બાદ તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. તેમને બર્દવાન યુનિવર્સિટિમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો.
આ પણ વાંચો : Rashifal 21 February 2025 : માલવ્ય રાજયોગનું સંયોજન આ રાશિને ધનવાન બનાવશે

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 18 હજાર રન

સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી આક્રમક કેપ્ટન તરીકે થાય છે. તેમની કેપ્ટન્સીમાં જ ભારતે વિદેશમાં સૌથી  વધારે મેચો જીતવાની શરૂઆત કરી હતી. તેમણે ભારતીય ટીમને અનેક ઐતિહાસિક જીત પ્રાપ્ત કરાવી. સૌરવ ગાંગુલીના નામે વનડે ક્રિકેટમાં 11363 રન છે. વન ડેમાં તેના નામે 22 સદી અને 52 અર્ધ સદીનો સમાવેશ થાય છે. તો ટેસ્ટ ક્રિકેટમાં પણ તેના ખાતામાં 7 હજાર કરતા વધારે રન નોંધાયેલા છે.
ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 2002 માં આયોજીત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પણ જીત્યું હતું. તે ભારતીય ટીમને વર્લ્ડ કપ 2003 ની ફાઇનલ સુધી પણ લઇ ગયા હતા. આ ઉપરાંત તેઓ બીસીસીઆઇના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
આ પણ વાંચો : Kheda : ડાકોર નપામાં જીતેલા 7 અપક્ષ સભ્ય જોડાતા BJP ની બહુમતી
Tags :
Bengal newsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsSourav GangulySourav Ganguly AccidentSourav Ganguly Car AccidentSourav Ganguly newsSourav Ganguly's car accidentWho is Sourav Ganguly