Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sourav Ganguly નો ભયાનક અકસ્માત, અચાનક ટ્રક સામે આવી ગયો અને...

Sourav Ganguly car Accident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની ગાડી ગુરૂવારે એક દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જો કે ગાંગુલીનો આ અકસ્માતમાં કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી નથી. 
sourav ganguly નો ભયાનક અકસ્માત  અચાનક ટ્રક સામે આવી ગયો અને
Advertisement
  • અચાનક ટ્રક સામે આવી જતા ડ્રાઇવરે બ્રેક મારી હતી
  • કાફલામાં રહેલી ગાડીઓ એક બીજા સાથે અથડાઇ ગઇ
  • જો કે ગાંગુલી કે તેમના સ્ટાફને કોઇ ગંભીર ઇજા પહોંચી નહોતી
Sourav Ganguly car Accident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની ગાડી ગુરૂવારે એક દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જો કે ગાંગુલીનો આ અકસ્માતમાં કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી નથી.
પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી ગુરૂવારે એક રોડ અકસ્માતમાં બાલ-બાલ બચી ગયા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર તેમની ગાડી દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જો કે પૂર્વ ક્રિકેટરને કોઇ પ્રકારની ઇજા પહોંચી નહોતી.

સૌરવ ગાંગુલી બર્દવાન જઇ રહ્યા હતા

સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દંતનપુરની નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગયો. તેમના ડ્રાઇવરે એકદમ બ્રેક લગાવવી પડી હતી. પાછળ આવી રહેલી ગાડીઓએ પણ તેવું જ કર્યું. જો કે અચાનક બ્રેકિંગના કારણે કાફલમાં રહેલી અન્ય ગાડીઓ એક બીજા સાથે અથડાઇ હતી. જેમાંથી એક ગાડી સૌરવ ગાંગુલીની ગાડી સાથે પણ ઠોકાઇ ગઇ હતી.

કોઇને ગંભીર ઇજા નહી

આ દુર્ઘટનામાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં રહેલા કોઇ પણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી નહોતી પરંતુ તેમને આશરે 10 મિનિટ સુધી રોડ પર રોકાવું પડ્યું હતું. તેમના કાફલાની બે ગાડીઓ ડેમેજ થઇ હતી. દુર્ઘટનાના સ્થળે કેટલોક સમય રોકાયા બાદ તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. તેમને બર્દવાન યુનિવર્સિટિમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 18 હજાર રન

સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી આક્રમક કેપ્ટન તરીકે થાય છે. તેમની કેપ્ટન્સીમાં જ ભારતે વિદેશમાં સૌથી  વધારે મેચો જીતવાની શરૂઆત કરી હતી. તેમણે ભારતીય ટીમને અનેક ઐતિહાસિક જીત પ્રાપ્ત કરાવી. સૌરવ ગાંગુલીના નામે વનડે ક્રિકેટમાં 11363 રન છે. વન ડેમાં તેના નામે 22 સદી અને 52 અર્ધ સદીનો સમાવેશ થાય છે. તો ટેસ્ટ ક્રિકેટમાં પણ તેના ખાતામાં 7 હજાર કરતા વધારે રન નોંધાયેલા છે.
ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 2002 માં આયોજીત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પણ જીત્યું હતું. તે ભારતીય ટીમને વર્લ્ડ કપ 2003 ની ફાઇનલ સુધી પણ લઇ ગયા હતા. આ ઉપરાંત તેઓ બીસીસીઆઇના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×