Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RR VS PBKS : ગુવાહાટીમાં આજે રાજસ્થાન અને પંજાબ વચ્ચે જામશે જંગ, જાણો કેવા રહેશે મેચના હાલ

RR VS PBKS :  IPL 2024 ની સફર હવે તેના અંતિમ ચરણ સુધી પહોંચવા આવી છે. આજરોજ આ ટુર્નામેન્ટની 65મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આજનો આ મુકાબલો ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એકતરફ રાજસ્થાન...
06:22 PM May 15, 2024 IST | Harsh Bhatt

RR VS PBKS :  IPL 2024 ની સફર હવે તેના અંતિમ ચરણ સુધી પહોંચવા આવી છે. આજરોજ આ ટુર્નામેન્ટની 65મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આજનો આ મુકાબલો ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એકતરફ રાજસ્થાન રોયલસની ટીમે પહેલા જ પ્લેઓફમાં પ્રવેશ મેળવી લીધો છે ત્યારે બીજી તરફ પંજાબના દરવાજા પ્લેઓફ માટે પહેલાથી જ બંધ થઈ ગયા છે. પરંતુ આ મેચમાં જીત મેળવીને રાજસ્થાન તેનું સ્થાન ટોપ 2 માં જાળવવાનો પ્રયાસ ચોક્કસથી કરશે. ચાલો જાણીએ કેવા રહેશે આજની આ મેચના હાલ..

HEAD TO HEAD

RR અને  PBKS વચ્ચે અત્યાર સુધી રમાયેલી 27 IPL મેચોમાં, RR એ 16 મેચમાં વિજય મેળવ્યો છે, જ્યારે PBKS એ 11 વખત વિજય મેળવ્યો છે. હાલ બંને ટીમની આરપારની લડાઈની વાત કરીએ તો હાલ ચોક્કસ રીતે રાજસ્થાનનું પલડું ભારે લાગી રહ્યું છે ત્યારે પંજાબ આજે વિજય મેળવીને રાજસ્થાન માટે બાધા બનવાનો પ્રયાસ કરશે.

TOTAL MATCHES PLAYED BETWEEN PBKS AND RR : 27

RR WON : 16

PBKS WON : 11

કેવા રહેશે પિચના હાલ?

આજનો આ મુકાબલો ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, આ મેદાન બેટ્સમેન અને બોલરો બંને માટે સહાયક માનવામાં આવે છે. છેલ્લી કેટલીક મેચોમાં અહીં સરેરાશ સ્કોર 200 રનની આસપાસ રહ્યો છે. આવી સ્થિતિમાં, દર્શકો હજી પણ ઉચ્ચ સ્કોરિંગ રોમાંચક મેચ જોઈ શકે છે. આજની આ મેચમાં વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે. ગુવાહાટીમાં આજે વરસાદ આવવાની સંભાવના 18 ટકાની આસપાસ છે.

RR AND PBKS સંભવિત 11

RR: સંજુ સેમસન (C&WK), યુઝવેન્દ્ર ચહલ, રોવમેન પોવેલ, ટ્રેન્ટ બોલ્ટ, રિયાન પરાગ, અવેશ ખાન, ટોમ કોહલર-કેડમોર, રવિચંદ્રન અશ્વિન, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ

PBKS: પ્રભસિમરન સિંહ, રાહુલ ચહર, જોની બેરસ્ટો (WK), રિલી રોસો, અર્શદીપ સિંહ, શશાંક સિંહ, ક્રિસ વોક્સ, આશુતોષ શર્મા, જીતેશ શર્મા, સેમ કુરન (C), હર્ષલ પટેલ

આ પણ વાંચો : ICC T20 Rankings : બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને રેટિંગમાં નુકસાન, આ ભારતીય ખેલાડી છે નંબર વન…

Tags :
65th match of the tournamentcricket matchGuwahatiIPL 2024Ipl NewsMATCH REPORTpunjab kingsRajasthan RoyalsRR VS PBKS
Next Article