Rohit Sharma : યાર પહેલા જ બે વખત ઝીરો થયા છે... રોહિતની અમ્પાયર સાથેની વાતચીત વાયરલ
Rohit Sharma : બેંગલુરુંમાં રમાયેલી T20 સીરીઝની અંતિમ મેચ ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે ખૂબ જ રોમાંચક રહી હતી. ટીમ ઈન્ડિયા (Team India) ના શરૂઆતી 4 વિકેટથી લઇને અફઘાનિસ્તાનનો રન ચેઝ કરવાનો પ્રયત્ન, મેચમાં તે બધુ જ હતું જે ક્રિકેટના રસિયાઓની હંમેશા જોવાની ઇચ્ચા હોય છે. મેચની શરૂઆત ટીમ ઈન્ડિયાની પ્રથમ બેટિંગ થઇ હતી. આ દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) એ અમ્પાયરને કઇંક એવું કહ્યું કે, હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે.
રોહિત-અમ્પાયર વચ્ચે ફની વાત સ્ટમ્પ માઈકમાં કેદ
ભારત અને અફઘાનિલ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન અમ્પાયર વીરેન્દ્ર શર્મા (Virendra Sharma) સાથે ભારતીય બેટ્સમેન રોહિત શર્માની રમૂજી વાતચીત સ્ટમ્પ માઈક (Stump Mic) પર કેદ થઈ હતી. આવું એટલા માટે થયું કારણ કે અફઘાનિસ્તાન સામેની આ T20 મેચમાં રોહિત શર્માનું ખાતું ચોગ્ગાથી ખુલવાનું હતું, પરંતુ અમ્પાયરે તેને લેગ બાય જાહેર કર્યો હતો. આ કારણે રોહિત શર્મા થોડો નાખુશ દેખાયો, પરંતુ મજાકના મૂડમાં તે અમ્પાયર સાથે દલીલ કરતી વખતે કહે છે કે છેલ્લી બે મેચમાં તેનું ખાતું ખોલી શક્યો નથી અને અહીં પણ તેણે થાઇ પેડથી પ્રથમ ચોગ્ગો આપી દીધો. વાસ્તવમાં, આ ત્રણ મેચની T20 શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાં પરત ફરેલો રોહિત પ્રથમ બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો અને બેંગલુરુમાં પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાદમાં તેણે આવું પણ કર્યું, કારણ કે તેણે પોતાના બેટથી શાનદાર સદી ફટકારી હતી.
Haha... Rohit Sharma 😀 https://t.co/e4QJ2TWxm9
— Gaurav Chattur (@chatturg) January 18, 2024
પહેલી બાઉન્ડ્રી અને લેગ બાય...
જો કે, તે અમ્પાયર સાથે તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે, પ્રથમ ઓવરમાં ફરીદ અહેમદ સામેના બીજા બોલનો સામનો કરીને, તેણે બોલને બાઉન્ડ્રીની પાર મોકલ્યો, પરંતુ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ તેને લેગ બાય જાહોર કર્યો. આ પછી રોહિત શર્માએ પણ અમ્પાયરને આ વિશે પૂછ્યું. બીજી ઓવર શરૂ થવાની જ હતી કે તરત જ રોહિતે અમ્પાયર વીરેન્દ્ર શર્માને પૂછ્યું કે શું તેણે પહેલા ચારને લેગ બાય તરીકે આપ્યો છે. તેણે પૂછ્યું, "અરે વીરુ, શું તમે મને પહેલા બોલ માટે થાઇ પેડ (લેગ-બાય) આપ્યો છે?" આ પછી, જ્યારે અમ્પાયરનો અવાજ આવે છે, ત્યારે રોહિત શર્મા કહે છે, "આટલું મોટું બેટ છે ભાઈ. યાર પહેલા જ બે શૂન્ય થઇ ગયા છે." રોહિતે સંકેત આપ્યો કે પ્રથમ બે મેચમાં તેનું ખાતું ખોલવામાં આવ્યું ન હતું અને હવે અમ્પાયરે બાય તરીકે ચોગ્ગા પણ આપ્યા હતા. રોહિત શર્માએ ત્રીજી ઓવરમાં ચોગ્ગો ફટકારીને તેની પ્રથમ બાઉન્ડ્રી હાંસલ કરી હતી.
આ પણ વાંચો - IND vs AFG 3rd T20 : ભારતની શાનદાર જીત, બિશ્નોઈએ કર્યો આ કમાલ
આ પણ વાંચો - IND vs AFG : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ