Rising Star Musheer Khan એ પ્રથમ મેચમાં સચિનનો તોડ્યો રેકોર્ડ
Duleep Trophy Musheer Khan : Under 19 વિશ્વ કપમાં ઓલરાઉન્ડર ખેલાડી Musheer Khan એ Duleep Trophy 2024 માં આવતાની સાથે ધૂમ મચાવી દીધી છે. સરફરાઝ ખાનના નાના ભાઈએ શુભમન ગિલની કપ્તાનીમાં India-A ની વિરુદ્ધ ધમાકેદાર બેટિંગ કરીને 16 ચોગ્ગો અને 5 છક્કા મારી સહિત કુલ 373 ની પારી રમી હતી.
તો ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના બોલ પર Musheer Khan આઉટ થયો હતો. તો Musheer Khan એ આઉટ થતા પહેલા કુલ 181 રન બનાવ્યા હતાં.
તો Duleep Trophy માં Musheer Khan ની આજરોજ ડેબ્યૂ થયું હતું. તો ડેબ્યૂ મેચમાં કોઈપણ ખેલાડીનું સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં Musheer Khan નું નામ સામેલ થયું છે. ચિન્નાસ્વામીના મેદાનમાં જ્યારે સ્ટાર બેટ્સમેન પીચ પર ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતાં.
ત્યારે Musheer Khan પર્વતની જેમ પોતાની ટીમ માટે વિરોધી ટીમના બોલર સામે ઉભો રહ્યો હતો. તો પોતાની પ્રથમ મેચમાં Duleep Trophy દરમિયાન Musheer Khan એ 181 રન બનાવ્યા હતાં.
Musheer Khan ની આ પ્રથમ Duleep Trophy મેચ હતી. તો Duleep Trophy માં ડેબ્યૂ કરનારા ખેલાડીઓ પૈકી Musheer Khan ચોથો સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો છે. તે ઉપરાંત Musheer Khan એ 1991 માં સચિન તેંડુલકરે બનાવેલા સ્કોરને પણ બ્રેક કર્યો છે. Duleep Trophy 1991 માં સચિન તેંડુલકરે ઈસ્ટ ઝોન વિરુદ્ધ કુલ 159 રન બનાવ્ય હતાં.
આ પણ વાંચો: પેરાલિમ્પિક હાઇ જમ્પમાં ભારતના Praveen Kumar એ જીત્યો ગોલ્ડ, મેડલ સંખ્યા હવે 26 પર પહોંચી