IPL માં કોઈ ઓલરાઉન્ડર ન કરી શક્યું તે રવિન્દ્ર જાડેજાએ કરી બતાવ્યું, જાણો
મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ ક્વોલિફાયર 1 મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (GT vs CSK) સાથે રમાઈ હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની 150 વિકેટ લેવાનું કારનામો કર્યો છે. જણાવી દઇએ કે, તે પહેલો લેફ્ટ આર્મ સ્પિનર છે જેણે IPL માં 150 વિકેટનો આંકડો પાર કર્યો છે. જાડેજાએ 225 મેચમાં આ જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે.
IPLમાં 150 વિકેટ અને 1000 રન બનાવનાર જડ્ડુ ત્રીજો ખેલાડી
IPL (IPL 2023)નો પ્લેઓફ સ્ટેજ શરૂ થઈ ગયો છે. જેમા મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 150 વિકેટનો જાદુઈ આંકડો સ્પર્શ કર્યો છે. તે પહેલો લેફ્ટ આર્મ સ્પિનર છે, જેણે IPLમાં 150 વિકેટનો આંકડો પાર કર્યો છે. તેના સિવાય કોઈ લેફ્ટ આર્મ સ્પિનર 125 વિકેટના આંકડાને પણ સ્પર્શી શક્યો નથી. અક્ષર પટેલનું નામ રવિન્દ્ર જાડેજા પછી છે, જેણે 100થી વધુ વિકેટ લીધી છે. આ સિવાય આપને જણાવી દઇએ કે, જાડેજા 150ની સાથે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ઓલરાઉન્ડર બની ગયો છે. તે IPLમાં 150 વિકેટ અને 1000 રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
રવિન્દ્ર જાડેજા પહેલા કોણે કર્યો છે આ કારનામો
આ યાદીમાં ત્રીજા નંબરે રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ થયું છે. રવીન્દ્ર જાડેજાએ IPL 2023 ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે શાનદાર બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને બે મહત્વની વિકેટ લીધી હતી. આ બે વિકેટ સાથે રવિન્દ્ર જાડેજાએ IPL માં કુલ 151 વિકેટ ઝડપી છે. વળી, તેણે IPL માં અત્યાર સુધીમાં 4,457 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા IPL માં 1000 રન અને 150થી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પહેલા સુનીલ નારાયણે આવો કારનામો કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ IPL માં KKR તરફથી રમતા અત્યાર સુધીમાં 1046 રન અને 163 વિકેટ ઝડપી છે. વળી, તેના પહેલા અને આવો પ્રથમ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ અને ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી ડ્વેન બ્રાવોના નામે હતો. બ્રાવોએ તેની IPL કારકિર્દીમાં કુલ 1560 રન બનાવ્યા હતા અને 183 વિકેટ પણ લીધી હતી.
આ બોલર IPLમાં ટોપ પર છે
IPL માં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે 145 મેચમાં 187 વિકેટ લીધી છે. બીજા નંબર પર ડ્વેન બ્રાવો છે. તેઓ હવે નિવૃત્ત થયા છે. બ્રાવોએ 161 મેચમાં 183 વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર પિયુષ ચાવલા છે જેણે 179 મેચમાં 177 વિકેટ લીધી છે. ચોથા નંબર પર અમિત મિશ્રા છે જેણે 161 મેચમાં 173 વિકેટ લીધી છે.
આ પણ વાંચો - હાર્દિક પંડ્યાને OUT કરવા ધોનીએ આ રીતે કર્યો હતો પ્લાન અને પછી…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ