Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Quinton de Kock એ સ્થાપ્યો નવો કીર્તિમાન, મહેન્દ્ર સિંહ ધોની કરતાં નીકળ્યો આગળ

Quinton de Kock ની ગણતરી સાઉથ આફ્રિકાના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં થાય છે. પોતાની ટીમને તેને ઘણી વખત પોતાના દમ ઉપર જ મેચ જીતાડી છે. તેનો દેખાવ ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં પરંતુ ભારતના IPL માં પણ શાનદાર રહે છે. હાલ...
09:11 AM Jun 24, 2024 IST | Harsh Bhatt

Quinton de Kock ની ગણતરી સાઉથ આફ્રિકાના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં થાય છે. પોતાની ટીમને તેને ઘણી વખત પોતાના દમ ઉપર જ મેચ જીતાડી છે. તેનો દેખાવ ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં પરંતુ ભારતના IPL માં પણ શાનદાર રહે છે. હાલ તેઓ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો ભાગ છે. હવે તેમણે આ વિશ્વકપમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હવે de Kock એ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. આજે દક્ષિણ આફ્રિકાની મેચ વેસ્ટ ઇન્ડીસમાં રમી રહી છે. ત્યારે તેમણે આ રેકોર્ડ બનાવ્યો છે.

Quinton de Kock નીકળ્યા ધોની કરતા આગળ

Quinton de Kock હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટકીપર તરીકે 100 આઉટ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. મહત્વની વાત અહી એ છે કે, આ પહેલા આવો કારનામો કોઈ કરી શક્યું ન હતું. Quinton de Kock આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ડી કોકે વેસ્ટ ઈન્ડિઝ સામે કેશવ મહારાજના બોલ પર રોવમેન પોવેલને સ્ટમ્પ કર્યા બાદ T20 ઈન્ટરનેશનલ મેચોમાં તેના 100 આઉટ કરવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.  de Kock એ T20 ઈન્ટરનેશનલમાં 82 કેચ પકડ્યા છે અને 18 સ્ટમ્પિંગ કર્યા છે. ભારતના લેજેન્ડ મહેન્દ્ર સિંહ ધોની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 આઉટ વિકેટકીપર તરીકે કરી શકયા નથી.

T20Iમાં સૌથી વધુ આઉટ કરનાર વિકેટકીપર

 

ક્વિન્ટન ડી કોક- 100 આઉટ
મહેન્દ્ર સિંહ ધોની- 91 આઉટ
ઈરફાન કરીમ- 83 આઉટ
જોસ બટલર- 79 આઉટ
દિનેશ રામદિન- 63 આઉટ

આ પણ વાંચો : Bajrang Punia Suspended: ફરી એકવાર Wrestler Bajrang Punia પર પ્રતિબંધ લાગ્યો, જાણો… કારણ

Tags :
100 DISMISSALSGujarat FirstMS Dhoninew recordQuinton De KockSouth AfricaT20 FORMATWICKET KEEPINGworld cup t20WORLD T20 CRICKET
Next Article